...જ્યારે બાઇક ચાલકે પોલીસને કહ્યુ, 'દંડ પણ નહીં ભરું અને મેમો પણ નહીં સ્વીકારું'


Updated: June 1, 2020, 12:04 PM IST
...જ્યારે બાઇક ચાલકે પોલીસને કહ્યુ, 'દંડ પણ નહીં ભરું અને મેમો પણ નહીં સ્વીકારું'
પ્રતિકાત્મક તસવીર

પોલીસે વાહન ચાલક પાર્થ પટેલ પાસે લાઇસન્સ, આરસી બુક માંગતા જ તે આવેશમાં આવી ગયો હતો.

  • Share this:
અમદાવાદ : સરખેજ ગાંધીનગર હાઇવે (Sarkhej Gandhinagar Highway) પર પોલીસ (Police) સાથે ઘર્ષણ કરી ગેરવર્તણૂંક કરવી એક વાહન ચાલકને ભારે પડી છે. હેલ્મેટ (Helmet) વગર જનાર વાહન ચાલકને પોલીસે રોક્યો તો રોફ જમાવી દંડ નહીં ભરવા અને મેમો પણ નહીં લેવાની ધમકી ચાલકે પોલીસેને આપી હતી. સોલા પોલીસે (Sola Police Station) આ વાહન ચાલકને પોલીસ સાથે ઘર્ષણમાં ન ઉતરાય તેવો પાઠ ભણાવી ગુનો નોંધી અટકાયત કરી હતી.

સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોક રક્ષક દિનેશભાઈ નિરમા યુનિ. પાસે પોઇન્ટ પર ફરજ નિભાવી રહ્યા હતા. તે સમયે એક વાહન ચાલક ત્યાંથી હેલ્મેટ વગર પસાર થતા પોલીસે તેને રોક્યો હતો. જે બાદમાં વાહન ચાલક પાર્થ પટેલ પાસે પોલીસે લાઇસન્સ, આરસી બુક માંગતા જ ચાલકે આવેશમાં આવી ગયો હતો. પાર્થ પટેલે પોલીસને ધમકી આપી હતી કે તે દંડ પણ નહીં ભરે અને મેમો પણ નહીં સ્વીકારે.

આ પણ વાંચો :  પહેલા પતિથી થયેલી દીકરી ઘરે આવતા પતિએ પત્નીને માર્યો ઢોર માર

આટલું જ નહીં પાર્થ પટેલે પોલીસને ધમકી આપી હતી કે, 'હવે ક્યારેય દેખાતા નહીં બાકી...' આ મામલે ફરજ પર હાજર પોલીસકર્મીએ અધિકારીઓને જાણ કરતા વાહન ચાલકને પોલીસસ્ટેશન લઈ જવાયો હતો. પોલીસે તેની સામે આઇપીસી 186, 188, 504 અને 506(2) મુજબ ગુનો નોંધી ચાલકની અટકાયત કરી હતી. જે બાદમાં પોલીસે યુવકને જામીન પર મુક્ત કર્યો છે.
First published: June 1, 2020, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading