અમદાવાદ : Wanted બાબા પઠાણને પકડવા જતા પોલીસ પર હુમલો, 'છોટુએ છરી ઉગામી તો ટાઈગરે પાટીયું માર્યું'

અમદાવાદ : Wanted બાબા પઠાણને પકડવા જતા પોલીસ પર હુમલો, 'છોટુએ છરી ઉગામી તો ટાઈગરે પાટીયું માર્યું'
પોલીસ પર હુમલો કરનાર આરોપી મોહમ્મદ આજમ ઉર્ફે ટાઈગર

આરોપી બાબા પઠાણ મળી આવતા પોલીસ એ તેને પકડ્યો હતો. જેથી તેને છોડાવવા માટે તેની પત્ની સહિત અન્ય 10 થી 12 લોકો બૂમાબૂમ કરીને પોલીસ સાથે ઝપાઝપી

  • Share this:
અમદાવાદ : શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર હુમલો કરી છરી ઉગામવામાં આવી છે, અને મુખ્ય આરોપીને ઘટના સ્થળેથી ભગાડી દેવામા આવ્યો છે.

શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારા મારીના ગુનામાં વોન્ટેડ આરોપી આમિરખાન ઉર્ફે બાબા પઠાણને પકડવા માટે બાપુનગર પોલીસ અને રામોલ પોલીસ ગાયત્રીનગર સુન્દરમ્ નગર પહોંચી હતી, જ્યાં આરોપી આમિરખાન મળી આવતા પોલીસ એ તેને પકડ્યો હતો. જેથી તેને છોડાવવા માટે તેની પત્ની સહિત અન્ય 10 થી 12 લોકો બૂમાબૂમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.આ પણ વાંચો - વિચિત્ર હકિકત: આ છે કલિયુગની 'કુંભકર્ણ', 1 વખત ઊંઘી જાય તો 13 દિવસ સુધી નથી ખોલતી આંખો

જ્યારે આરોપી વાજિદ ઉર્ફે છોટુએ પોલીસ પર છરી ઉગામી અને મોહમ્મદ આજમ ઉર્ફે ટાઈગરે લાકડાનું પાટિયું મારીને પોલીસને ઇજા પહોંચાડી છે. અને મુખ્ય આરોપીને ભગાડવામાં મદદગીરી કરીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. જોકે પોલીસે જાણ કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરાયો હતો અને કોમ્બીંગ હાથ ધરીને હાલમાં બે મહિલા સહિત મોહમ્મદ આજમ ઉર્ફે ટાઈગર એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચોરૂવાંટા ઉભા થઈ જાય તેવો Video: અડધા સળગેલા મૃતદેહને ફેંદી ખાઈ રહ્યા શ્વાન, તંત્રની પોલ ખુલી

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરીને અન્ય ફરાર આરોપીઓને શોધવા માટેના પ્રયત્નો શરુ કર્યા છે. જ્યારે આમિરખાન ઉર્ફે બાબા પઠાણના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો, તેની સામે અત્યાર સુધીમાં પૂર્વ વિસ્તારમાં લગભગ 25 થી 30 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે.
Published by:kiran mehta
First published:April 16, 2021, 21:24 pm

ટૉપ ન્યૂઝ