'ચાકુ મારા પર PSI બચ ગયા,' પોલીસે જીવ દાવ પર લગાવીને બે કુખ્યાત ગુનેગારને પકડ્યાં

'ચાકુ મારા પર PSI બચ ગયા,' પોલીસે જીવ દાવ પર લગાવીને બે કુખ્યાત ગુનેગારને પકડ્યાં
પોલીસે બે ગુનેગારની ધરપકડ કરી.

ધરપકડ કરવા ગયેલા પોલીસકર્મીને પણ આરોપીએ ધમકી આપી હતી કે, હું જેલમાંથી બહાર આવ્યા બાદ તારી હત્યા કરી નાખીશ.'

  • Share this:
અમદાવાદ: બાપુનગર (Bapunagar)ના કુખ્યાત ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો (Attack) થયો હોવાની ઘટના સામે આવી છે. બાપુનગર પોલીસે આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડી લૂંટ સહિતના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ગુનાહિત ઇતિહાસ (Criminal Backgroupd) ધરાવતા બે શખ્સોએ જાહેરમાં છરીઓ ઉલાળી પોલીસ (Attack on Police) પર હુમલો કર્યો હતો અને આખા વિસ્તારને માથે લીધો હતો. હુમલામાં પીએસઆઇ જે.એ. બારોટ બચી જતા આરોપીએ કહ્યુ કે, "ચાકુ મારા પર પીએસઆઇ બચ ગયા." જોકે, ડિ-સ્ટાફની ટીમ એટલી તૈયારી સાથે આરોપીને પકડવા ગઈ હતી કે તેઓનું બચવું મુશ્કેલ હતું.

બાપુનગરના સુંદરમ નગરમાં મંગળવારે રાતે લૂંટ અને ચોરીના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓએ પાઇપ અને ચાકુ વડે હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ આરોપી ભાગતા હતા ત્યારે પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં તેનો પીછો કર્યો હતો. આરોપીઓએ કરેલા હુમલામાં એક પીએસઆઈ સહિત બે પોલીસ કર્મી ઘાયલ થઈ ગયા હતા. આખરે બીજા પોલીસકર્મીઓ આવી જતા આરોપીઓ પકડાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓનો વિસ્તારમાં એટલો આતંક છે કે આરોપી વિરુદ્ધ લોકો ફરિયાદ કરતા ડરે છે. ધરપકડ કરવા ગયેલા પોલીસકર્મીને પણ આરોપીએ ધમકી આપી હતી કે, હું જેલમાંથી બહાર આવ્યા બાદ તારી હત્યા કરી નાખીશ. સૂત્રોનું કહેવું છે કે પોલીસને જોઈને આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતાં.(આ પણ વાંચો : મોડાસા : કાપડની દુકાનમાં આખલો ઘૂસી જતા ગ્રાહકોની ભાગદોડ)બાપુનગર પાસે આવેલા સુંદરમ નગરમાં મોબાઈલ સ્નેચિંગ, લૂંટ અને અન્ય ગુનામાં સંકડાયેલો સરફરાઝ ઉર્ફે બાબા કાલીયા મન્સૂરી અને મુજજમીલ ઉર્ફે સલમાન શેખ છૂપાયા છે તેવી બાતમી પોલીસને મળી હતી. બાતમીને આધારે બાપુનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પીએસઆઈ જે. એ. બારોટ, ઝોન 5ના પીએસઆઈ એસ.જે ચૌહાણ અને અન્ય સ્ટાફ ખાનગી ગાડીમાં રાતના સમયે સુંદરમ નગર પહોચ્યાં હતા. અહીં બંને આરોપી બેઠા હતા. પોલીસને જોઈને બંને ગાળો બોલવા લાગ્યા હતાં અને ધરપકડથી બચવા માટે પોલીસ સાથે મારામારી પણ કરી હતી.

નીચે વીડિયો જુઓ : વરસાદથી તૂટી ગયેલા રસ્તા તાત્કાલિક રિપેર કરવા CMને રજુઆત

ધરપકડ વખતે એક આરોપીએ પોલીસકર્મીને પાઇપ મારી દીધી હતી. પોલીસની ટીમ તેમની નજીક પહોંચે તે પહેલા જ આરોપીઓ પોલીસને પાઇપ અને ચાકુ બતાવીને ધમકાવવા લાગ્યા હતા. બંને પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ તેમની નજીક જતા તેઓ હવામાં ચાકુ ફેરવવા લાગ્યા હતા. આ જોઈને બીજા પોલીસકર્મીઓ પણ તેમની નજીક જવા લાગ્યા અને આરોપીઓ ત્યાંથી નાની ગલીઓમાં ભાગવા લાગ્યા હતા. ત્યારે જ તમામ પોલીસે બંને આરોપીને દબોચી લીધા હોવાનું બાપુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ નીરવ વ્યાસે જણાવ્યું છે. આરોપી સરફરાઝે જેલમાં પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બાપુનગર પોલીસે આરોપી વિરૂદ્ધ અલગ અલગ બે ગુના નોંધીને કાયદાકીય તપાસ શરૂ કરી છે. આરોપી સરફરાઝ સામે અગાઉ પણ હત્યાની કોશિશ અને હત્યા જેવા ગુના નોંધાયા છે. આરોપી અગાઉ જેલમાં પણ હત્યાની કોશિશ કરી ચુક્યો હોવાનું ઝોન 5 ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:August 26, 2020, 16:43 pm