અમદાવાદ : ધનરાજસિંહની ધોરણ-10ની પૂરક પરીક્ષા આપવા આવેલો રણજીતસિંહ ઝડપાયો!

અમદાવાદ : ધનરાજસિંહની ધોરણ-10ની પૂરક પરીક્ષા આપવા આવેલો રણજીતસિંહ ઝડપાયો!
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન.

મિત્ર વતી ધોરણ-10ની પૂરક પરીક્ષા આપનારો ડમી વિદ્યાર્થી પકડાયો, પોલીસે વિદ્યાર્થી અને તેના ડમી બંનેની ધરપકડ કરી.

  • Share this:
અમદાવાદ: ધો.10ની પૂરક પરીક્ષામાં એક વિદ્યાર્થી તેના મિત્રના બદલે પરીક્ષા (Examination) આપવા આવતા ઝડપાઇ ગયો છે. જે સ્કૂલમાં તે પરીક્ષા આપવા આવ્યો હતો ત્યાંના ખંડ નિરીક્ષકે તેને હોલ ટિકિટ (Hall Ticket) પરથી જ ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રણજિત સિંહ ખોટો ફોટો ચોંટાડી ધનરાજસિંહ નામનો ડમી વિદ્યાર્થી (Dummy Student) બન્યો હતો અને તેણે દેત્રોજની એચ. એમ. સર્વોદય સ્કૂલના આચાર્યની પણ ખોટી સહી હોલ ટિકિટમાં કરી હતી.

બોપલ ખાતે રહેતા મનુભાઈ પટેલ ભૂયંગદેવ ખાતે સાધના વિનય મંદિર નામની સ્કૂલમાં આચાર્ય છે. તેમણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ આપી જણાવ્યું છે કે તેમની સ્કૂલમાં ધો.10ની પૂરક પરીક્ષા ચાલુ હતી. તેમના ખંડ નિરીક્ષક તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ચેક કરતા હતા. ત્યાં ધનરાજસિંહ મકવાણા નામના વિદ્યાર્થીની હોલ ટિકિટ તપાસતા તેમાં લગાવેલા અને સ્કેન કરીને મૂકેલા ફોટોમાં તફાવત જણાયો હતો.આ પણ વાંચો : ફરી વરસાદ માટે તૈયાર રહો, રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આ અંગે તપાસ કરતા પોતાનું નામ ધનરાજસિંહ મકવાણા કહેનાર વ્યક્તિનું ખરું નામ ઝાલા રણજીતસિંહ ભગુભા હોવાનું સામે આવ્યું હતું. અને ધનરાજસિંહ તેનો મિત્ર હોવાથી તેના વતી ડમી વિદ્યાર્થી બનીને તે પરીક્ષા આપવા આવ્યો હતો. સ્કૂલની બહાર ધનરાજસિંહ પણ હાજર હોવાથી બંનેને પોલીસને સોંપ્યા હતા.

નીચે વીડિયોમાં જુઓ : ધમણ-3 અંગે જ્યોતિ સીએનસીના માલિકે શું કહ્યું?

આ મામલે ઘાટલોડિયા પોલીસે આઇપીસી 406, 420, 467, 468,471, 192 અને 120 બી મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી રણજિતસિંહ ખોટો ફોટો ચોંટાડી ડમી વિદ્યાર્થી બન્યો હતો અને તેણે દેત્રોજની એચ એમ સર્વોદય સ્કૂલના આચાર્યની ખોટી સહી આ હોલ ટિકિટમાં કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:August 28, 2020, 13:50 pm

ટૉપ ન્યૂઝ