અમદાવાદ : મિત્રના જન્મદિવસે ફાયરિંગ કરનાર એરમેન ઝડપાયો

News18 Gujarati
Updated: September 24, 2019, 7:50 AM IST
અમદાવાદ : મિત્રના જન્મદિવસે ફાયરિંગ કરનાર એરમેન ઝડપાયો
કુલદીપસિંહ પરમાર

ફાયરિંગ બાદ કોઈએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા આરોપી કાર અને રિવોલ્વર મૂકીને ભાગી ગયા હતા.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ : શહેરના આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી માટે ફાયરિંગ કરવું એરફોર્સના એરમેનને ભારે પડ્યું છે. થોડા દિવસ પેહલા આનંદનગરમાં આવેલા વિનસ એટલાન્ટિક ખાતે પોતાની એરગનથી એરફોર્સના એરમેન ફાયરિંગ કર્યું હતું. પોલીસ આ મામલે ફાયરિંગ કરનાર એરમેન કુલદીપસિંહ પરમાર અને તેના મિત્ર કરણ ઠાકોરની ધરપકડ કરી છે.

ગત અઠવાડિયે આનંદનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણીમાં છાકટા થયેલા યુવાનોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં આવેલા વિનસ એટલાન્ટિક કોમ્પ્લેકસના પાર્કિંગમાં અલ્ટો કારમાં આવેલા યુવાનોએ જન્મદિવસની ઉજવણી દરમિયાન હવામાં ફાયરિંગ કર્યું હતું.

આનંદનગર પોલીસે ધરપકડ કરેલો એરમેન કુલદીપસિંહ રિવોલ્વરનું જમ્મુ કાશ્મીરનું લાઇસન્સ ધરાવે છે. કુલદીપસિંહ પોતાના ગામ રતનપુરથી મિત્ર કરણના જન્મ દિવસની ઉજવણી કરવા કેક લઈને અમદાવાદ આવ્યા હતા. અહીં છાકટા બનીને તેમણે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

વિનસ એટલાન્ટિક ખાતે ફાયરિંગ થતા આજુબાજુના રહીશોએ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. પોલીસને તપાસ દરમિયાન એક અલ્ટો કાર મળી આવી હતી. આ ગાડીમાંથી પોલીસને એક રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન કેક પર કુલદીપ નામના યુવકનું નામ હતું. આ મામલે પોલીસે ફાયરિંગ કરનાર યુવકો કોણ હતા તેની તપાસ હાથ ધરી છે. પોલીસે કાર માલિકની પણ અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી હતી. ગાડી માલિકે પોતાના કાર તેનો ભાણીયો અને મિત્ર વાપરતા હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં પોલીસે ભાડજ ખાતેથી આરોપીની ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે તાજેતરમાં જ નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવાને તલવાર વડે કેક કટિંગ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જોકે, આ યુવાનોનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી અને યુવાન સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
First published: September 24, 2019
વધુ વાંચો
अगली ख़बर