અમદાવાદ: પોલીસે પકડેલી મહિલાનું કારસ્તાન જાણીને ઉડી જશે હોશ


Updated: December 9, 2019, 10:57 PM IST
અમદાવાદ: પોલીસે પકડેલી મહિલાનું કારસ્તાન જાણીને ઉડી જશે હોશ
પકડાયેલી મહિલાની તસવીર

આરોપી મહિલા સામે અમદાવાદમાં કુલ 12 ગુનાઓ દાખલ થયેલા છે. ત્યારે સરદારનગરની વાત કરીએ તો 8 સરદારનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે.

  • Share this:
અમદાવાદની (Ahmedabad) સરદારનગર પોલીસે (saradarnagar police) એક મહિલા (woman) આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચેઈન સ્નેચિંગ (Chain snatching) થયેલી સોનાની ચેઈન પણ કબ્જે કરી છે.

પોલીસને માહિતી મળી હતી કે આશા ઠક્કર નામની મહિલા જે ચેઈન સ્નેચિંગ અને ચોરીના સોનાની ખરીદી કરે છે અને ત્યાર બાદ સસ્તા ભાવે તેને વેંચી દે છે તેવી માહિતીના આધારે પોલીસે તપાસ કરી અને આરોપી મહિલાની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી સોનાની ચેઈન પણ કબ્જે કરવામાં આવી છે.

પોલીસનુ કહેવું છે કે આરોપી આશા મહારાષ્ટ્રની જેલમાં (Maharashtra jail) 6 મહિના હતી અને એક કિલો સોનાના ગુનામાં આશા જેલમાં હતી. પોલીસે તેની ધરપકડ કરી રિમાંડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-હૈદરાબાદ એન્કાઉન્ટર ઉપર HCએ સવાલ ઉઠાવ્યો, પોલીસ સામે નામજોગ FIR કરવા આદેશ

પકડાયેલી મહિલા સાથે પોલીસ કર્મચારીઓ


આ પણ વાંચોઃ-Good News:આવી રહી છે નોકરીઓની મૌસમ, આ સાત સેક્ટરમાં થશે બંપર ભરતીમળતી માહિતી પ્રમાણે આરોપી આશા સામે અમદાવાદમાં કુલ 12 ગુનાઓ દાખલ થયેલા છે. ત્યારે સરદારનગરની વાત કરીએ તો 8 તો સરદારનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. સરદારનગર પી આઈ સી.આર.જાદવનું કહેવું છે કે આરોપી આશા શહેરમાં અલગ-અલગ જગ્યાએ ચેઈન સ્નેચિંગ થાય તો તેમાંથી અનેક આરોપીઓ આશાને ચેઈન સસ્તા ભાવે વેંચી દેતા હતા.

આ પણ વાંચોઃ-ખુશખબર: સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણીલો આજના ભાવ

ત્યારબાદ તે સોનાની ચેઈન અન્ય સોનીઓને આરોપી મહિલા વેંચી દેતી હતી.પોલીસનુ કહેવુ છે કે તેની પુછપરછમાં અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે.
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर