અમદાવાદ: કર્ફ્યૂમાં ટોળકીએ કરી લાખોની ચોરી, ભાગ પાડતા હતા ત્યારે જ પોલીસ ત્રાટકી, કિન્નર સહિત સાત ઝડપાયા

અમદાવાદ: કર્ફ્યૂમાં ટોળકીએ કરી લાખોની ચોરી, ભાગ પાડતા હતા ત્યારે જ પોલીસ ત્રાટકી, કિન્નર સહિત સાત ઝડપાયા
આરોપી.

આ ગેંગે એક સપ્તાહ પહેલા અડધી રાત્રે જુહાપુરામાં આવેલા રોયલ અકબર ટાવરમાં એસ આર જવેલર્સના તાળા તોડી 3.40 લાખના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.

  • Share this:
અમદાવાદ: લૉકડાઉન (Lockdown)માં લોકોની રોજગારી છીનવાઈ જતા આર્થિક જરૂરિયાત ઊભી થઇ છે. ત્યારે ચોરીના રવાડે ચડેલા કિન્નર સહિત સાત શખ્સોની વેજલપુર પોલીસે (Vejalpur police) ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તાજેતરમાં જુહાપુરા (Juhapura)માં આવેલા એક જવેલર્સ શોપમાં ત્રણેક લાખની ચોરીની ઘટના બની હતી. કર્ફ્યૂના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાંય કેમની ચોરી થઈ તે અંગે તપાસ ચાલી રહી હતી. આખરે પોલીસે ગુનો નોંધી બાતમી આધારે ફેઈઝાન શેખ, યુનુસ મન્સૂરી, સેફુલા પઠાણ, દાઉદ શેખ, સુનિલ પરમાર, નયન યાદવ અને શેફ અલી શેખની ધરપકડ કરી છે.

આ ગેંગે એક સપ્તાહ પહેલા અડધી રાત્રે જુહાપુરામાં આવેલા રોયલ અકબર ટાવરમાં એસ આર જવેલર્સના તાળા તોડી 3.40 લાખના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ગેંગ મિનિટોમાં જ રફુચક્કર થઈ ગઈ હતી. આ આખી ઘટના જવેલર્સ શૉ રૂમમાં લાગેલ CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વંચો: દ્વારકા: કોરોનાથી મોભીનું મોત થતાં જૈન પરિવારના ત્રણ સભ્યએ કરી લીધો આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

જવેલર્સના માલિકને પાડોશી દુકાનદારે બીજા દિવસે સવારે કોલ કરી જણાવ્યું હતં કે, દુકાનમાં ચોરી થઈ છે. જવેલર્સના માલિકે વેજલપુર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરી CCTV ફૂટેજ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલે તપાસ કરતા આરોપીઓ એક મકાનમાં ભેગા થયા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે મકાનમાં તપાસ કરતા આરોપીઓ સાથે મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.


આ પણ વાંચો: સુરતમાં બુટલેગરો આડા ફાટ્યાં, જાહેરમાં દારૂની મહેફિલ કરવા અંગે ટપારતા સ્થાનિકોને માર્યો માર

આ પણ વાંચો: શું તમારું બાળક સ્માઇલ નથી કરતું કે પછી વિચિત્ર હાવભાવ દર્શાવે છે? તમારું માસ્ક 'વિલન' હોઈ શકે!

આ ગુનામાં મુખ્ય આરોપી સૈફુલા પઠાણ હોવાનું સામે આવ્યું છે. જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઓળખ થતાની સાથે વેજલપુર પોલીસની ટીમ સાત આરોપીની મુદ્દામાલનો ભાગ પાડે તે પહેલાં વેજલપુર વિસ્તારમાંથી એક મકાનમાંથી ઝડપી પાડ્યા હતા. આરોપીમાં એક કિન્નર પણ છે અને આરોપીઓએ ગુનામાં વાપરેલા વાહનો ચોરીના હોવાનું સામે આવ્યું છે. પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આ ચોર ટોળકીએ અન્ય કેટલી ચોરીના ગુનાને અંજામ આપ્યો છે, તેમજ અન્ય કેટલા લોકો તેમની ગેંગ સાથે જોડાયેલા છે.

Published by:Vinod Zankhaliya
First published:May 07, 2021, 14:31 pm

ટૉપ ન્યૂઝ