અમદાવાદ : RTOનાં કામ માટે લોકો પાસેથી પૈસા પડાવતા 49 એજન્ટો સામે નોંધાયો ગુનો

News18 Gujarati
Updated: September 7, 2019, 8:56 AM IST
અમદાવાદ : RTOનાં કામ માટે લોકો પાસેથી પૈસા પડાવતા 49 એજન્ટો સામે નોંધાયો ગુનો
અમદાવાદ આરટીઓ

પોલીસે જાળીઓ બંધ કરી એજન્ટોને પુરી દીધા હતા અને આખરે મોડી સાંજે 49 એજન્ટો સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

  • Share this:
હર્મેશ સુખડિયા,અમદાવાદ : શહેરની આરટીઓ કે જયાં જતા જ લોકો ડરતા હોય છે. કારણકે અહીં સરકારી કચેરીમાં છેલ્લા અનેક સમયથી એજન્ટ રાજ ચાલી રહ્યું હતું. આરટીઓ અધિકારીઓનાં વહીવટ પણ આ જ એજન્ટો કરતાં હતા. પોલીસ કમિશનરે કે સિંહ દ્વારા એજન્ટનાં પ્રવેશ પર પાબંધી લગાવતું જાહેરનામું પણ બહાર પડાયુ હતું. તેમ છતાં એજન્ટ રાજ ચાલતું હતું અને તેની કાબુ મેળવવા માટે પોલીસ બોલવાઈ હતી. પોલીસે જાળીઓ બંધ કરી એજન્ટોને પુરી દીધા હતા અને આખરે મોડી સાંજે 49 એજન્ટો સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

શુક્રવારે બપોરે આરટીઓ કચેરીમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આરટીઓનાં અધિકારી એસ.પી. મુનિયા દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. એજન્ટ રાજને નાથવા માટે ત્યાં સક્રિય એજન્ટોને કાઢવા માટે ચારેય દરવાજા બંધ કરી એજન્ટોને પૂરી દીધા હતા. જોકે સુત્રોનું કહેવું છે કે નાના એજન્ટો પર આરટીઓ અધિકારીઓએ સકંજો કસ્યો હતો પરંતુ અધિકારીઓનાં વહીવટ કરતા મોટા અને માનીતા એજન્ટોને ત્યાંથી બચાવી લેવાયા હતા.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ પાર્ક શરૂ થશે

49 એજન્ટો સામે ફરિયાદ નોંધી રાણીપ પોલીસે તે લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા એજન્ટો છેલ્લા કેટલાય સમયથી લોકો પાસે ગેરકાયદેસર પૈસા પડાવતા હતા. આ લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો પણ ગુનો નોંધ્યો હતો.
First published: September 7, 2019
વધુ વાંચો
अगली ख़बर