અમદાવાદમાં દિવાળીમાં જ ગેસ કટિંગ, તબેલામાં ચાલી રહેલું કૌભાંડ ઝડપાયું

News18 Gujarati
Updated: October 23, 2019, 9:11 AM IST
અમદાવાદમાં દિવાળીમાં જ ગેસ કટિંગ, તબેલામાં ચાલી રહેલું કૌભાંડ ઝડપાયું
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ પર આપવામાં આવેલી કિંમત અનુસાર, આ વખતે સબસિડી વગરના ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં 76.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મહિનામાં ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 105 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર પર 193 રૂપિયાનો વધારો થયો છે.

કૃષ્ણનગર પોલીસે કેટલાક શખ્સોની અટકાયત કરી, કંપનીના કર્મચારીઓ અને એજન્સીના લોકો ભેગા મળી ચલાવતા હતા કૌભાંડ

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ તાજેતરમાં જ સોલા વિસ્તારમાંથી બે વખત ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે હવે કૃષ્ણનગર વિસ્તારમાંથી આ જ પ્રકારનું કૌભાંડ ઝડપાયું છે. દિવાળી આવતા જ ગેસના અને તેલના ભાવોમાં વધારો થતો હોય છે. લોકોને મોંઘવારીનો માર સહન નથી થતો ત્યારે મોંઘી વસ્તુઓમાં પણ હવે કટકી થઇ રહી છે. પોલીસને બાતમી મળી કે ગાયો-ભેંસોના એક તબેલામાં કેટલાક શખ્સો ગેસ ભરેલા બાટલામાંથી કેટલોક ગેસ કાઢી ખાલી બોટલમાં રિફિલ કરી દેતા હતા. જેને લઇને પોલીસે દરોડાં કરતા ઠગાઇ કરનારા શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.

કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે લાભાર્થ સોસાયટી પાછળ આવેલા એક તબેલામાં ગેસ કટિંગનું કૌભાંડ ચાલે છે. જેને લઇને પોલીસે રેડ કરતા ઇન્ડેન ગેસ એજન્સીનો ડ્રેસ પહેરેલા બે લોકો હાજર હતા. આ બંને શખ્સો એક ટોમ્પો લઇને ઉભા હતા. રાંધણગેસ ભરેલા જે બાટલા હતા તેમાંથી થોડો ગેસ કાઢતા હતા અને ત્યારબાદ ખાલી બોટલોમાં તે ગેસ ભરતા હતા. ત્રણેય શખ્સોના નામ પૂછતા એકનું નામ પરમાભાઇ ચૌહાણ, હરેશભાઇ પરમાર અને સંજય હોવાનું સામે આવ્યું. ત્રણેય શખ્સો કેન્દ્ર સરકારની સબસિડીવાળી એલપીજી ગેસના બાટલોમાંથી ગેસ કટિંગ કરતા હતા.

આ પણ વાંચો : કરવા ચોથનું વ્રત રાખનારી પત્ની માટે પતિએ આ રીતે જતાવ્યો પ્રેમ!

આ ત્રણેય શખ્સો નરોડા પાટિયા પાસેની ઉદય ઇન્ડેન ગેસ એજન્સીમાં નોકરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 20 ગેસના બોટલ કબજે કરી આરોપીઓ કેટલા રૂપિયામાં આ બોટલો વેચતા, કેવી રીતે કાળા બજાર
ચલાવતા હતા જેવા અનેક મુદ્દાઓને લઇને પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો :  સાંસદની પત્નીનું નિવેદન- કિસ્મત રૅપ જેવી છે, રોકી નથી શકતા તો મજા લો
First published: October 23, 2019
વધુ વાંચો
अगली ख़बर