અમદાવાદ : રૂ. 5 લાખ આપીને ડમી ઉમેદવાર પાસે સરકારી ભરતીની પરીક્ષા અપાવી, આ રીતે ભાંડો ફૂટ્યો


Updated: July 29, 2020, 5:33 PM IST
અમદાવાદ : રૂ. 5 લાખ આપીને ડમી ઉમેદવાર પાસે સરકારી ભરતીની પરીક્ષા અપાવી, આ રીતે ભાંડો ફૂટ્યો
આરોપી.

થોડા સમય પહેલા યોજાયેલી સેન્ટ્રલ વેરહાઉસની સરકારી પરીક્ષામાં આરોપીએ અન્ય યુવક પાસે પરીક્ષા અપાવી હતી.

  • Share this:
અમદાવાદ: સરકારી ભરતી (Government Recruitent) હોય અને તેમા કોઈ કૌભાંડ (Scam) ન હોય તેવું માન્યામાં આવે ખરુ? આવું જ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સરકારી નોકરીની પરીક્ષામાં ડમી ઉમેદવાર (Dummy Candidate) ઉભો કરી પરીક્ષા તો પાસ કરવામાં આવી હતી પરંતુ ડોક્યુમેન્ટની બાયોમેટ્રીક તપાસ વખતે ભાંડો ફૂટ્યો હતો. જેમાં સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ પર નોકરી લેવા જતા પહેલા જ રાજસ્થાનનાં યુવકની પાલડી પોલીસે ધરપકડ કરી છે.

તસવીરમાં દેખાતા આ યુવકનું નામ રવિ મીણા છે. જે અમદાવાદમાં પાલડી ખાતે આવેલા સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની ઓફિસમાં સરકારી નોકરીમાં જોડાય તે પહેલા તેની ધરપકડ કરવામાં આવી છે. થોડા સમય પહેલા યોજાયેલી સેન્ટ્રલ વેરહાઉસની સરકારી પરીક્ષામાં આરોપીએ અન્ય યુવક પાસે પરીક્ષા અપાવી હતી. જેમાં પાસ થતા પોતાને ભાવનગરમાં સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ મળી હતી. પરંતુ પાલડીમાં ઓફિસમાં ડોક્યુમેન્ટમાં કોઇ અલગ વ્યક્તિનો ફોટો હોવાથી બાયોમેટ્રીક ચેક કરતા મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચો  : નવરાત્રી મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન

જેથી પરીક્ષા આપનાર અને નોકરી માટે આવનાર વ્યક્તિ અન્ય હોવાની શંકા જતા સેન્ટ્રલ વેરહાઉસનાં મેનેજરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવકની અટકાયત કરી હોવાનું પાલડી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ અજય પાંડવે જણાવ્યું છે. સેન્ટ્રલ વેરહાઉસ ખાતે ડોક્યુમેન્ટ તપાસતા કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં કુલ 6 પોસ્ટની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. તેમાથી 5 જગ્યાની ભરતી યોગ્ય રીતે થઈ પરંતુ છેલ્લી ભરતીમાં આ મામલો સામે આવ્યો.

વીડિયો જુઓ : પાંચ રાફેલનું અંબાલા એરબેઝ ખાતે સુરક્ષિત લેન્ડિંગ
આરોપી રવિ મીણાની તપાસ કરતા સામે આવ્યું કે પરીક્ષામાં આરોપીએ રાહુલ મીણા નામનાં શખ્સને 5 લાખ રૂપિયા આપીને પોતાના નામે પરીક્ષા અપાવી હતી. રવિ મીણાની ધરપકડ બાદ હવે પોલીસે રાહુલ મીણાની શોધખોળ હાથ ધરી છે. રાહુલ ભણવામાં હોંશિયાર હોવાથી પરીક્ષા આપવા માટે તે આવ્યો હતો. જોકે, બાદમાં રવિ મીણા નોકરી માટે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 29, 2020, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading