અમદાવાદ : હે રામ! 'પૂજા કરવા ઘંટડી વગાડનાર મહિલાને પતિ અને પુત્રએ ફટકારી, પુત્રી બોલી બીભત્સ શબ્દો'

અમદાવાદ : હે રામ! 'પૂજા કરવા ઘંટડી વગાડનાર મહિલાને પતિ અને પુત્રએ ફટકારી, પુત્રી બોલી બીભત્સ શબ્દો'
પ્રતિકાત્મક તસવીર (તસવીર - shutterstock)

મહિલા સવારે ઊઠીને પૂજા પાઠ કરતી હતી. તે દરમિયાન ઘંટડી વગાડતાં તેનો પતિ આવેશમાં આવી ગયો અને મહિલાને માર માર્યો

  • Share this:
અમદાવાદ: સમાજમાં માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ અનેક પરિવારમાં એવી ઘટના બનતી હોય છે જેમાં કળિયુગી સંતાનો માતા-પિતાનું જીવવું હરામ કરી નાખે છે. આવો જ એક કિસ્સો ઇસનપુર વિસ્તારમાં બન્યો છે. જેમાં એક મહિલા સવારે ઊઠીને પૂજા પાઠ કરતી હતી. તે દરમિયાન ઘંટડી વગાડતાં તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને ઘંટડી ન વગાડવા જણાવ્યું હતું. બાદમાં મહિલાએ કોર્ટમાં કરેલો ભરણપોષણનો કેસ પાછો ખેંચવા માટે થઈને પણ દબાણ કર્યું હતું. બીજા દિવસે આ બાબતને લઈને ફરી ઝઘડો થયો હતો. ત્યારે મહિલાના પુત્ર અને પુત્રીએ પણ બીભત્સ શબ્દો બોલી પતિએ મહિલાને માર મારતા આખરે ઇસનપુરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય મહિલા બીજાના ઘરે રસોઈ બનાવવાનું કામકાજ કરે છે. તેઓને સંતાનમાં 25 વર્ષનો એક દિકરો અને ૨૪ વર્ષની એક દીકરી છે. 10 જૂન ના રોજ સવારે સાતેક વાગ્યાની આસપાસ આ મહિલા પૂજા-પાઠ કરતા હતા. તે દરમિયાન તેમના પતિએ તેઓને જણાવ્યું હતું કે, ઘરમાં ઘંટડી નહીં વગાડવાની. આટલું જણાવી તેમના પતિ તેમની પર જોરજોરથી બોલી ગુસ્સો કર્યો હતો. જેથી આ મહિલાએ ગુસ્સો નહીં કરવાનું કહેતા તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પતિએ જણાવ્યું કે તે મારા ઉપર કોર્ટમાં ભરણ પોષણ નો તથા ડોમેસ્ટિક વાયોલન્સ નો કેસ કર્યો છે તે પરત ખેંચી લે. જેથી આ મહિલાએ તે કેસ પાછો નહીં ખેંચવા જણાવ્યું હતું.આ પણ વાંચોઅરવલ્લીમાં કમકમાટી ભરી ઘટના : જીવદયા કરતા જીવ ગુમાવ્યો, વીજકરંટથી મોતનો Live Video મોબાઈલમાં કેદ

આ દરમ્યાન મહિલાનો દીકરો જામનગર ખાતેથી સવારમાં આવ્યો હતો. તેણે અને મહિલા ની દીકરી એ તેમના પિતાનું ઉપરાણું લઈને મહિલાને ગાળો આપી જેમ ફાવે તેમ બોલી ઝઘડો કર્યો હતો. બાદમાં બીજે દિવસે મહિલાના પતિએ આ ઝઘડાને લઇને કોર્ટમાં કરેલો કેસ પાછો ખેંચી લેવા ગુસ્સાથી કહ્યું હતું અને બિભત્સ ગાળો બોલી હતી. બાદમાં મહિલાના પુત્રએ તેને એક ઝાપટ મારી દીધી હતી અને મહિલાના પતિએ રસોડામાં જઈ પાછા આવી ફેંટ મારી અને સાથળના ભાગે માર માર્યો હતો અને ઘરની બહાર નીકળી જવાનું કહી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલા ઘરની નીચે રડતી રડતી આવી હતી અને બાદમાં પોલીસને ફોન કર્યો હતો. ઇસનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી ૪૫ વર્ષીય મહિલાની તેના પતિ, પુત્ર અને પુત્રી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:June 12, 2021, 00:06 am