દારૂના શોખીનો સાવધાન! જાણો- કેવો છે 31 ડિસેમ્બર માટે પોલીસનો એક્શન પ્લાન

News18 Gujarati
Updated: December 25, 2018, 7:36 AM IST
દારૂના શોખીનો સાવધાન! જાણો- કેવો છે 31 ડિસેમ્બર માટે પોલીસનો એક્શન પ્લાન
બિયર અને વાઇન અનેક વાર શાકાહારી લોકો વાઇન કે બિયર લેવામાં વાંધો ઊભો નથી કરતા તેમને લાગે છે કે આ તો ફળોના રસથી બનાવેલી છે. પણ દારૂને સાફ કરવા માટે ઇજિનગ્લાસનો ઉપયોગ કરાય છે કે જે ફિશના બ્લેડરમાંથી બન્યું હોય છે.

પાર્ટીઓ માટે પંકાયેલા અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે હજુ સુધી એક પણ મંજૂરી મંગાઇ નથી

  • Share this:
નવિન ઝા - અમદાવાદ

શહેર પોલીસે નવરાત્રીની જેમ 31 ડિસેમ્બરની પાર્ટી માટે પણ પાર્કિંગની વ્યવસ્થા હશે તો જ મંજૂરીની શરત મૂકી છે. બીજી તરફ આ પાર્ટીઓમાં દારૂની છોળો ન ઉછળે તે માટે પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. સોશિયલ મીડિયાના મેસેન્જર પર થતી પાર્ટીની ગોઠવણને ટ્રેસ આઉટ કરી મહેફિલ માણનારાને પકડી પાડવામાં આવવાની પણ પોલીસે તૈયારી દર્શાવી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે આમ છતાં અમદાવાદ શહેર પોલીસ પાસે પાર્ટીની પરવાનગી માંગતી માંડ 10 અરજી આવી છે. નોંધનીય છે કે પાર્કિંગની વ્યવસ્થા નહી હોય તો પણ પરવાનગી નહી આપવામાં આવશે.

31મી ડિસેમ્બરે કાયદાનું ઉલ્લંઘન કરતી પાર્ટીઓને કોઇ કાળે ચલાવી લેવાશે નહીં. શહેર પોલીસની હદમાં આવતા ફાર્મ હાઉસમાંથી આવી કોઇ પાર્ટી પકડાશે તો જે તે ફાર્મ હાઉસના માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જે તે વિસ્તારમાં પાર્ટીની પરવાનગી માંગતી હજુ સુધી પાંચ કે સાત અરજી આવી છે. આવી જ સ્થિતિ સેક્ટર 1 અને 2માં હોવાનો અંદાજ પોલીસે લગાવ્યો છે. સાથે પરવાનગી આપતી વેળા ફાર્મ હાઉસના માલિક પાસેથી બાંયધરી પણ લેવાશે કે, ઉપરાંત પાર્ટીના સ્થળે ફરજિયાત સીસીટીવી લગાવામાં પણ કહેવાશે.

સેક્ટર 2 એડી સીપી. અશોકકુમાર યાદવે જણાવ્યું કે, કોઈ પણ જગ્યાએ દારુનુ સેવન અથવા રેવ પાર્ટી હશે તો પોલીસ તાત્કાલિક પગલા લેવાશે. કોઈ પણ જગ્યાએ સીસીટીવી કેમેરા અને પ્રાઈવેટ સિક્યુરીટી રાખે. અમારી પાંચ ટીમો હોટલો અને તમામ જગ્યાએ સર્વે કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ ખોટી રીતે પાર્ટી કરશે તો કાર્યવાહી થશે.

31મીની પાર્ટીને લઇને પૂર્વ વિસ્તારમાં 200થી વધુ ગાડીઓ ખાસ પાર્ટી પર નજર રાખશે. તો પાંચ ટીમો એન્ટી સ્ક્વોડ રોમિયોની પણ બનાવાઇ છે. પાર્કિંગ નહીં હોય તો 31મીની પાર્ટીને મંજૂરી નહીં આપવાનું પણ પોલીસે આયોજન કર્યું છે, અને દારૂ-બિયર ઘૂસતો રોકવા તમામ એન્ટ્રી પોઈન્ટ પર બંદોબસ્ત રાખવામાં આવશે. પોલીસે બુટલેગરોને ત્યાં દરોડા પાડવાથી માંડીને જૂના લિસ્ટેડ બુટલેગરો પર વોચ રાખવાનું કામ શરૂ કરી દીધું છે. બીજીતરફ ગ્રામ્યની હદમાં આવતા રાંચરડા, બોપલ અને શીલજ પાર્ટી માટે પંકાયેલા છે. જો કે તે વિસ્તારોની એક પણ ફાર્મ હાઉસે મંજૂરી માગી નથી તેવું સૂત્રોએ જણાવ્યું.

સેક્ટર 2 એડી સીપી. અશોકકુમાર યાદવે કહ્યું કે, પાર્ટીના જે આયોજકો છે તે લોકો જણાવવામાં આવ્યુ છે કે, પાર્કિગની વ્યવસ્થા રાખે નહી તો કાર્યવાહી થશે. એન્ટી રોમિયો સ્કોડ કામ કરશે, અને 200થી વધુ ગાડીઓ ફરશે.પાર્ટીઓ માટે પંકાયેલા અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે હજુ સુધી એક પણ મંજૂરી મંગાઇ નથી. શહેરને અડીને આવેલા બોપલ, શિલજ અને રાંચરડા આસપાસના વિસ્તારોમાં અનેક ફાર્મ હાઉસ આવેલા છે. જ્યાં ભૂતકાળમાં આવી અનેક પાર્ટીઓ પકડાઈ પણ ચૂકી છે. જેના પગલે જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઇ છે. રવિવારથી જ પોલીસ અમદાવાદ શહેર તેમજ પાડોશી જિલ્લાઓને જોડતા તમામ માર્ગોના એન્ટ્રી પોઇન્ટ પર તપાસ શરૂ કરી દીધી છે. દિવસ અને રાત એમ બે શિફ્ટમાં કુલ 200 પોલીસકર્મીઓ શકમંદ વાહનો અને વ્યક્તિઓ પર નજર રાખવાનું કામ કરશે.
First published: December 24, 2018, 5:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading