Home /News /madhya-gujarat /

અમદાવાદની આ પોળને રાહ છે સારા રસ્તાની, સરકારી ગ્રાન્ટમાંથી માત્ર 10 મીટરનો રોડ બન્યો

અમદાવાદની આ પોળને રાહ છે સારા રસ્તાની, સરકારી ગ્રાન્ટમાંથી માત્ર 10 મીટરનો રોડ બન્યો

પોળના રહીશો

Ahmedabad News: અહીંના સ્થાનિકોના કહેવા પ્રમાણે, તો દીકરા કે દીકરીનું સગપણ માટે વાત હોય તો પોળના આ રસ્તાને કારણે સગપણ થતું નથી.

અમદાવાદ: શહેરના (Ahmedabad news)  હેરિટેજ પોળ ગણાતી ઢાળની પોળનું કામ અભરાઈએ ચડ્યું છે. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં જો તમે જશો તો તમને પોળના શરુઆતમાં ભાગમાં રસ્તા સુવ્યવસ્થિત દેખાશે પરંતુ આગળ જતા પોળમાં તંત્રની પોલંપોલ છતી થાય છે. ઢાળની પોળમાં રસ્તા બિસ્માર છે. રસ્તા બિસ્માર હોવાને કારણે પોળમાં અનેક વડીલો અકસ્માતનો ભોગ બને છે એટલું જ નથી. અહીંના સ્થાનિકોના કહેવા પ્રમાણે, તો દીકરા કે દીકરીનું સગપણ માટે વાત હોય તો પોળના આ રસ્તાને કારણે સગપણ થતું નથી.

આ અંગે જ્યારે ન્યુઝ૧૮ ગુજરાતી એ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, છેલ્લા 10 વર્ષથી પોળના રસ્તા બિસ્માર છે. રોડના સમારકામ માટે જે ગ્રાન્ટ ફાળવી છે તેને લઈને રસ્તા પર ડામરનું લેયર નાખી દેવામાં આવે છે. પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે આ જ લેયર પર ભૂવા પડે છે. જેને કારણે હવે તો પોળમાં પણ ભૂવા પડવાની શુરઆત થઈ ચૂકી છે. આ વિશે વાતચીત કરતા પોળમાં રહીશ અમિત કોઠારીના કહેવા પ્રમાણે, તેમને કોર્પોરેશનના રોડ & બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના અનેક વખત રજૂઆત કરી છે. આ અંગે અમદાવાદ મ્યુ કમિશનર ને પત્ર પણ લખ્યો છે એટલું જ નહિ, તેમને ધારાસભ્ય ઇમરાન ખેડવાલાને પણ પત્ર લખ્યો છે જેમને લેખિતમાં કોર્પોરેશનના કાને આ વાત નાખી છે છતાં સ્થિતિ સુધરી નથી.

પોળના રસ્તા


આ પણ વાંચો - Gujarat News: એસટી નિગમને હોળીનો તહેવાર ફળ્યો, 3.76 કરોડની આવક

તો બીજી તરફ 71 વર્ષના પોળમાં રહેતા બાએ જણાવ્યું કે, ઢાળની પોળનો વિકાસ મહિલા હાઉસીંગ ટ્રસ્ટને આપ્યો હતો સરકારે ગ્રાન્ટ પણ મોટી ફાળવી હતી પરંતુ શુરુઆતની 10 દુકાનો અને સેવા સંસ્થા અને ચબુતારા સુધી સારા રોડએ પછી રોડનું પેચ વર્ક પણનાં થયું. રોડનું પેચવર્ક અને તૂટી જાય એટલે અમે બ્લોક નાંખવાનું પણ કહ્યું જેમ આગળ બ્લોક છે એમ આખી પોળમાં બ્લોક હોય તો હેરિટેજને જોવા આવનારને ચાલતા ફાવે પરંતુ વાતો બધી અધ્ધરતાલ છે. અમારી વાત સાંભળે છે, અમારી હા માં હા મિલાવે છે પણ કામ નથી થતું.

ધારાસભ્ય ઇમરાન ખેડવાલા પત્ર


આ પણ વાંચો - Sarkari Naukri: સરકારી નોકરી મેળવવાનો શ્રેષ્ઠ મોકો, 7મું પાસ વ્યક્તિ પણ કરી શકશે અરજી

ભાજપના શાસનમાં સૌ પ્રથમ મેયર બનેલા જયેન્દ્ર પંડિતને પોળવાસીઓ એ યાદ કરીને જણાવ્યું કે, એ સમય ભાજપનો અલગ હતો ત્યારે પડ્યા બોલ ઝીલાતાં હતા. આ અંગે વધુ જણાવતા પોળમાં રહીશ બિપીન સુથારનાં કહેવા પ્રમાણે 1982 પછી ઢાળની પોળ સાથે ઓરમાયું વર્તન થાય છે. કોર્પોરેશનથી લઇને અધિકારીઓ સુધી વખતોવખત પત્ર લખ્યા છતાં રોડ બન્યા નથી ત્યારે સવાલ થાય છે કે, આખરે આ વારસાનું જતન કેવી રીતે થશે.શું આ રીતે થશે વારસાનું જતન?

પોળમાં પાંચમી પેઢી આજે પણ પોળમાં વસે છે પરંતુ રોડના વાંકે હવે પશ્ચિમ વિસ્તારમાં સ્થાઈ થવાનું વિચારે છે. જો.પોળના કલ્ચરને લુપ્ત ના થવા દેવું હોય તો પોળ માં રહેતા યુવાનોને પ્રાથમિક સુવિધા આપવી પડશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર