Home /News /madhya-gujarat /અમદાવાદ હની ટ્રેપ : એકાંત માણવા જતા વેપારીઓ બનતા હતા 'શિકાર' વધુ એક PSI ઝડપાયો

અમદાવાદ હની ટ્રેપ : એકાંત માણવા જતા વેપારીઓ બનતા હતા 'શિકાર' વધુ એક PSI ઝડપાયો

અમદાવાદ હની ટ્રેપ કેસમાં તત્કાલીન પીઆઈ ગીતા પઠાણની ગેંગમાં શામેલ પીએસઆઈ બ્રહ્મભટ્ટ ઝડપાયો

Ahmedabad Honey Trap Case : તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર ગીતા પઠાણ ગેંગનો વધુ એક સાગરિત ઝડપાયો, જાણો કેવી રીતે ચાલતું હતું સમગ્ર રેકેટ

અમદાવાદના (Ahmedabad)  વેપારીઓને (Businessmen) ટાર્ગેટ કરી મિત્રતા કેળવી ને તેમની પાસે થી રૂપિયા પડાવતી (Honey Trap) ગેંગના વધુ એક PSI ની ધરપકડ કરવા માં આવી છે. અત્યાર સુધી માં મહિલા પીઆઈ સહિત કુલ 8 લોકોની ધરપકડ થઈ છે.નોંધનીય છે કે આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફત માં આવેલ આ મહિલા પૂર્વના તત્કાલીન psi jk બ્રહ્મભટ્ટ છે અને તે પણ હની ટ્રેપ ગેંગમાં સામેલ હતો.

આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચુક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે.આ ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50 થી 60 વર્ષ ના વેપારીઓને પોતાના ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.

આ પણ વાંચો : પાલનપુર : આશ્ચર્યજનક સત્યઘટના! શરીર પર ચોંટવા લાગ્યા સિક્કા, મોબાઇલ, વાસણો, તબીબો પણ ચોંકી ઉઠ્યા

આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલા મહિલા પીઆઈ ગીતા પઠાણની પણ ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુક માં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગ માં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો.
" isDesktop="true" id="1104719" >

ત્યાર બાદ વેપારીને હોટેલ ના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.આ સમગ્ર ઘટના બાદ જે-તે વેપારી વિરુદ્ધ માં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીઓને ડરાવી ને કહેતા હતા કે આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા.મહત્વ નું છે કે મહિલા પોલીસ પણ આ ગેંગ માં સામેલ હતા અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકો ની ધરપકડ કરી લેવા માં આવી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, HoneyTrap, PI Geeta Patha, અમદાવાદ, ગુજરાતી ન્યૂઝ, પીએસઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन