અમદાવાદ : PCBએ ઝડપી પાડ્યો બૂટલેગર, દારૂ સંતાડવાનો કીમિયો જાણી પોલીસ ચોંકી ગઈ

અમદાવાદ : PCBએ ઝડપી પાડ્યો બૂટલેગર, દારૂ સંતાડવાનો કીમિયો જાણી પોલીસ ચોંકી ગઈ
PCBએ ઝડપી પાડેલો બૂટલેગર અને દારૂનો જથ્થો

ઝડપાયેલા બૂટલેગરે પોતાનો દારૂ સંતાડવા માટે શોધ્યો હતો એક નવો રસ્તો, જોકે, પોલીસની જાણ બહાર ન રહી શક્યું બૂટલેગરનું રાઝ

  • Share this:
અમદાવાદ: શહેરના (Ahmedabad) ઠક્કરબાપાનગર વિસ્તારમાં પીસીબીની ટીમે બાતમીના (PCB Police) આધારે છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનો (Liquor) ધંધો કરતા શખ્સનો તેના મિત્રના ઘરમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક શખ્સની ધરપકડ (Bootleggar Arrested)કરી છે. આરોપી દીપક પટેલે નરોડાના સત્યપ્રકાશ સોની અને બાપુનગરના જયેશ સોની પાસેથી દારૂ મંગાવી અને એક ચોક્કસ જગ્યાએ છૂપાવતો હતો. જ્યારે પોલીસને આ આઇડિયાની ખબર પડી તો પોલીસ પણ ચોકી ઊઠી હતી. પોલીસને જ્યારે બૂટલેગરના કમીયાની ખબર પડી તો બે ઘડી માટે પોલીસને પણ બૂટલેગરની બુદ્ધિએ વિચારતી કરી નાખી હતી. જોકે, આ કોઈ નવી તરકીબ નથી પરંતુ મિત્રતામાં કોઈ વ્યક્તિ આટલી હદે જઈ શકે તે પણ આ કિસ્સામાં જાણવા મળ્યું હતું.

ઘટનાના મૂળમાં એવી વિગતો છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ આવેલી પીસીબીના પીઆઇ એચ.કે સોલંકી અને તેમની ટીમને બાતમી મળી હતી કે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂનું વેચાણ ઠક્કરબાપાનગરમાં આવેલી એક સોસાયટીમાં થઈ રહ્યું છે. તપાસ કરતા લાભાર્થ સોસાયટીમાં દિપક ઉર્ફે કલાલ પટેલ દારૂનો વેપલો ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.



આ પણ વાંચો : અમદાવાદ : પતંગ ચગાવી રહેલો બાળક ધાબેથી પટકાતા મોત, બે દિવસમાં બીજા માસૂમનો જીવ ગયો!

દીપકે તેના મિત્ર પ્રિન્સ સવિતાના ઘરે દારૂ છુપાવ્યો હતો. જેના આધારે પીસીબીની ટીમે દરોડો પાડી વિદેશી દારૂની 114 જેટલી બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને પ્રિન્સની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતા દિપક નરોડાના સત્યપ્રકાશ સોની અને બાપુનગરના જયેશ સોની પાસેથી દારૂ મંગાવી અને તેના સાગરિત સોનુ મારફતે તેના ઘરમાં છુપાવ્યો હતો. ઘરમાં દારૂ છુપાવવા બદલ દિપક ઉર્ફે કલાલને રૂ. 2000 આપતો હતો. પોલીસે પ્રિન્સની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : વરાછામાં ગઠિયો કારમેળામાંથી ટેસ્ટ ડ્રાઇવના બહાને i20 લઈ છૂમંતર થઈ ગયો, ચોરીનો Video સામે આવ્યો

આમ એક બૂટલેગરે દારૂ સંતાડવા બનાવ્યું હતું એક સેફ હાઉસ જેના વિશે જાણીને પોલીસને પણ આશ્ચર્ય થયું હતું. જોકે, સામાન્ય રીતે બૂટલેગરોના સિક્રેટ ઠેકાણાઓ હોય છે પરંતુ નાનાપાયે માલની લેવેચ કરતા આ બૂટલેગરે પોતાના મિત્રના ઘરને જ બનાવી દીધું હતું 'સેફ હાઉસ'
Published by:Jay Mishra
First published:January 06, 2021, 21:53 pm

ટૉપ ન્યૂઝ