અમદાવાદ: બિલ્ડીંગમાં પાર્કિંગ ન મળતા નિવૃત જજે માંગી આમરણ ઉપવાસની મંજૂરી

News18 Gujarati
Updated: January 12, 2019, 7:43 PM IST
અમદાવાદ: બિલ્ડીંગમાં પાર્કિંગ ન મળતા નિવૃત જજે માંગી આમરણ ઉપવાસની મંજૂરી
નિવૃત જજ રઘુવીર ચૌધરી

8 વર્ષથી આ બબાલ ચાલે છે. મારુ કોર્પોરેશન કે સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી. હવે મે નિર્ણય કર્યો છે કે મને ન્યાય નહી મળે ત્યા સુધી હુ આમરણ ઉપવાસ કરીશ.

  • Share this:
સંજય જોશી - અમદાવાદ

પોતાની જ બિલ્ડિંગમાં પાર્કિંગ ન મળતા નિવૃત્ત જજે આમરણ ઉપવાસ કરવાની મંજૂરી માગી છે. 28 વર્ષ સુધી જેઓ ન્યાયતંત્રમાં ઉચ્ચ પદવી પર ન્યાયધીશ રહ્યા. જો કે આજે ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરવાની તેઓએ ફરજ પડી છે. મીઠાખળી ખાતેના તુલસી કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. આ બિલ્ડિંગમાં આવેલી 25 ઓફિસ માટેના પાર્કિંગ અને ભોંયરાની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ કબ્જો કરી લીધો છે. જેના કારણે કોમ્પ્લેક્સ માટે પાર્કિંગની જગ્યા રહી જ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મીઠાખળી સર્કલ પાસે આવેલુ છે તુલસી કોમ્પલેક્સ જ્યા હાલ નિવૃત ન્યાયધીશ રઘુવીર ચૌધરી રીટાયરમેન્ટ બાદ હવે 8 વર્ષથી લોયર તરીકે પ્રેકટીશ કરી રહ્યા છે અને અહી તેમની ઓફીસ આવેલી છે. જો કે તેમના બીલ્ડીગના ભોયરામાં અને પાર્કીગમાં બીલ્ડર અને તેના મળતીયાઓએ ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે. પરીણામે તેઓએ અને કોમ્પ્લેક્સના વેપારીઓએ વાહન કોમ્પલેક્સના ફર્ન્ટ સાઈટ પર કરવા પડે છે અને તેના માટે રોજેરોજ કોર્પોરેશનને પૈસા ચૂકવવા પડે છે. બિલ્ડર સામે છેલ્લા 8 વર્ષથી લડી રહેલા રઘુવીર ચૌધરીને એક પણ સરકારી કચેરીમાંથી ન્યાય મળ્યો નથી. જેથી તેમણે ન્યાય માટે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની માટે પોલીસની મંજૂરી માંગી છે.

રીટાયર્ડ જજ રધુવીર ચૌધરીએ જણાવ્યું કે, 8 વર્ષથી આ બબાલ ચાલે છે. મારુ કોર્પોરેશન કે સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી. હવે મે નિર્ણય કર્યો છે કે મને ન્યાય નહી મળે ત્યા સુધી હુ આમરણ ઉપવાસ કરીશ. હવે હુ જગ્યા નક્કી કરવાનો છુ અને ઉપવાસ પર ઉતરીશ જ્યા સુધી ન્યાય નહી મળે ત્યા સુધી.

બિલ્ડરે પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દીધી. જજ રઘુવીર ચૌધરીએ એવો આક્ષેપ કર્યો છે કે, આ બિલ્ડિંગ રાધે ડેવલોપર્સના બિલ્ડર આશિષ પટેલ દ્વારા બનાવવામાં આવી હતી. જેમાં પાર્કિંગ અને ગોડાઉનની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ દુકાનો બનાવી દીધી હતી. જેથી રઘુવીર ચૌધરીએ તુલસી કોમ્પ્લેક્સને પાર્કિંગ પાછું અપાવવાના મુદ્દે લડત શરૂ કરી છે. છેલ્લા 8 વર્ષથી તેમણે કોર્પોરેશન, પોલીસ તેમજ શહેરી વિકાસ ખાતામાં અનેક ફરિયાદો કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. એક સીનીયર રીટાયર્ડ ન્યાયધીશે ન્યાય માટે વલખા મારવાનો વારો આવ્યો છે.

રીટાયર્ડ જજ રધુવીર ચૌધરીએ કહ્યું કે, 2010થી હુ પાર્કીંગ માટે લડુ છુ. કાયદેસરનુ પાર્કીગ બીલ્ડરે દબાઈ દીધુ છે. લોખંડની ગ્રીલ મારી એ કવર કરી દીધુ છે. એમા કોઈ જઈ શકતુ નથી. વત્તા ભોયરુ પણ બંધ કરી દીધુ છે. એટલે અમારો પાર્કીગનો મુદ્દો હાલ સળગતો મુદ્દો છે, અને અમારુ ફ્રન્ટેજ કોર્પોરેશને ભાડે આપી દીધુ છે. પરીણામે અમારી આગળની જગ્યામાં પાર્કીગનુ અમારે ભાડૃ આપવુ પડે છે.

ન્યાયધીશને 8 વર્ષથી ન્યાય મળ્યો નથી તેમનુ કહેવુ છે કે તંત્રમાં ઘોર ભ્રષ્ટાચાર ચાલે છે મારુ કશુ ઉપજ્યુ નથી તો સામાન્ય માણસનુ શુ થશે.

રીટાયર્ડ જજ રધુવીર ચૌધરીએ જણાવ્યું કે, આ પોલીટીકલ ઈસ્યુ છે, બીલ્ડરોના નામ બોલે છે તેઓ ભોયરુ અને પાર્કીગ પચાવીને બેઠા છે. બન્ને એ મોખીક રીતે જગ્યા વહેચી લીધી છે. મને કલ્પના નથી થતી કે સામાન્ય માણસનુ શુ થતુ હશે. હુ જજ હતો, વકીલ છુ, જાગૃત છુ કાયદો જાણુ છુ. આ ભ્રષ્ટાચાર છે જેની સામે મારા જુતા ઘસાઈ ગયા છે.

નિવૃત ન્યાયધીશ રઘુવીર ચૌધરીના મતે રજુઆતોનુ કોઈ પરીણામ ન આવતા કોમ્પ્લેક્સમાં પાર્કિંગ ન મળવાને કારણે અમારે કોમ્પ્લેક્સની બહાર રોડ ઉપર વાહન પાર્ક કરવા પડે છે. જે માટે એક ગાડી દીઠ રોજના રૂ.30 કોર્પોરેશનને અમારે ચૂકવવા પડે છે. તેઓ છેલ્લા 8 વર્ષથી તંત્ર સાથે પોતાના હક્કના પાર્કીગ માટે લડત આપી રહ્યા છે, પણ ન્યાય દુર દુર સુધી હજુ તેમને દેખાયો નથી. 28 વર્ષની ન્યાયધીશ તરીકેની કારકીર્દી અને 8 વર્ષની વકીલાત બાદ પણ તેમની રજુઆતોનુ કોઈ પરીણામ ન આવતા તેઓ માઠા તંત્ર સામે નિશાશા નાખતા જણાવે છે કે, અમારી આવી વલે છે. આ ભ્રષ્ટાચારી અને માઠા તંત્ર સામે થતી હોય તો આમ આદમીની બીસાત શી. પરીણામે જ હવે તેઓએ પોતાના હકકના પાર્કીંગ મેળવવા આમરણ ઉપવાસ પર બેસવા ની પોલીસ પાસે પરમીશન માંગી છે.
First published: January 12, 2019, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading