અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો : સગીર દીકરીની નગ્ન તસવીરો બતાવી માતાપિતા પાસે 15 લાખની ખંડણીની માંગ

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો : સગીર દીકરીની નગ્ન તસવીરો બતાવી માતાપિતા પાસે 15 લાખની ખંડણીની માંગ
પ્રતિકાત્મક તસવીર

ત્રણેય આરોપીઓએ ફરિયાદીની સગીર દીકરી સાથે મિત્રતા કેળવી તેના નગ્ન ફોટો મંગાવ્યા હતા, આ તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી ખંડણી માંગી.

  • Share this:
અમદાવાદ : શહેરના સરદારનગર (Sardarnagar) વિસ્તારમાં લાખો રૂપિયા મેળવવા માટે ત્રણ મિત્રોના કારસ્તાન બહાર આવ્યા છે. આરોપીઓએ સગીરાને (Teenager) ધમકાવી તેના નગ્ન ફોટો મંગાવ્યા અને પછી આ ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા 15 લાખની ખંડણી (Extortion) માંગી છે.

સરદારનગરમાં રહેતા ફરિયાદીએ પોલીસ ફરિયાદ આપી છે કે ચારેક મહિના પહેલા તેની સગીર દીકરી તેની મિત્રના ફિયાન્સ સાથે સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ આરોપીએ તેનો સંપર્ક અન્ય મિત્રો સાથે કરાવ્યો હતો. થોડા સમય બાદ ત્રણ મિત્રો ભેગા થઈને ફરિયાદીની સગીર દીકરીને મિત્રતા રાખવા માટે દબાણ કરતા હતા. જેમાં એક આરોપીએ સગીરાને ડરાવી ધમકાવીને તેના નગ્ન ફોટા પોતાના મોબાઈલમાં મંગાવ્યા હતા.આ પણ વાંચો : અમદાવાદ : અનલોક 2 શરૂ થતા જ તસ્કરોનો મોટો હાથફેરો, 50 લાખ રોકડા અને દાગીનાની ચોરી

આ ફોટો મિત્રોએ તેમના ગ્રુપમાં વાયરલ કર્યા હતા. થોડા સમય બાદ આ ફોટોના આધારે આરોપીઓએ ફરિયાદી પાસે રૂપિયા 15 લાખની માગણી કરી હતી. આરોપીએ આ ફોટો ફરિયાદી અને તેની પત્નીને બતાવ્યા હતા અને ધમકી આપી હતી કે જો તમે અમને રૂપિયા 15 લાખ નહીં આપો તો આ ફોટો અમે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું.

આ પણ વાંચો : પેટા-ચૂંટણી : ધારી બેઠક પર ભાજપ-કૉંગ્રેસ 'મહિલા કાર્ડ' રમે તેવી શક્યતા 

જોકે, સગીરાના પિતાએ ડર્યાં વગર આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:News18 Gujarati
First published:July 02, 2020, 11:17 am

ટૉપ ન્યૂઝ