Home /News /madhya-gujarat /અમદાવાદ: પાલડી પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલનો લમણે ગોળી મારીને આપઘાત, કારણ અકબંધ
અમદાવાદ: પાલડી પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલનો લમણે ગોળી મારીને આપઘાત, કારણ અકબંધ
લમણે ગોળી મારી આપઘાત.
Paldi police station constable commits suicide: પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઈ સવારે ઓફિસ આવી ગયા હતા અને એકાઉન્ટ રૂમને બંધ કરીને જાતે જ ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો હતો.
અમદાવાદ: અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશન (Paldi police station)માં સવારે અચાનક ફાયરિંગનો આવાજ સાંભળી પોલીસકર્મીઓ દોડતા થઈ ગયા હતા. પાલડી પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ તરીકે નોકરી કરતા ઉમેશભાઈ (Police constable Umesh Bhatiya)એ પોતાનો રૂમ બંધ કરીને આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં અન્ય પોલીસ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. આ મામલે વધારે તપાસ આદરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આપઘાત કરી લેનાર પોલીસકર્મીનું નામ ઉમેશ ભાટિયા છે. ઉમેશભાઈ સવારે ઓફિસ આવી ગયા હતા અને એકાઉન્ટ રૂમને બંધ કરીને જાતે જ ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો હતો. એટલે કે સવારે નોકરી પર આવ્યા પછી ઓફિસ અંદરથી બંધ કરી જાતે જ ગોળી મારી લીધી હતી.
ઉમેશભાઈ એકાઉન્ટ રાઈટર હેડ હોવાથી તેમની પાસે પોલીસ સ્ટેશનના હથિયારો અને દારૂગોળો જમા રહેતો હોય છે. આ આપઘાત પાછળનું કારણ શું છે તેને લઈ સવાલો ઊભા થઈ રહ્યાં છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ઉમેશભાઈએ નોકરીમાં કોઈનાથી કંટાળીને આપઘાત કરી લીધો છે કે પછી પારિવારિક કારણને લીધે આપઘાત કરી લીધો છે. હાલ આ તમામ શક્યતાઓ મામલે પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ આપઘાત કરી લેનાર ઉમેશ ભાટિયાએ કોઈ સુસાઈડ નોટ લખી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હાલ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઉમેશ યાદવે ફરજ દરમિયાન ઓફિસની ખુરશીમાં બેસીને લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. ગોળી માર્યા બાદ લોહી-લુહાણ હાલતમાં તેમને હૉસ્પિટલ ખસેડવમાં આવ્યા હતા. હૉસ્પિટલના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ઉમેશ ભાટિયા વર્ષ 2009માં પોલીસમાં ભરતી થયા હતા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી પાલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. આપઘાતના બનાવ બાદ એફ.એસ.એલ.ની ટીમ પણ પોલીસ મથક પહોંચી હતી.
મહત્ત્વનું છે કે આવું પહેલીવાર નથી કે કોઈ પોલીસકર્મી એ આપઘાત કર્યો હોય. થોડા દિવસ પહેલા પણ સેટેલાઈટ વિસ્તારમાં એક પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો. હવે આ આપઘાત બાદ તપાસ કઈ દિશામાં થાય છે તે ખૂબ જરૂરી છે. તપાસમાં જો કોઈ જવાબદાર નીકળશે તો તેની સામે શું કાર્યવાહી થશે તે પણ એક સવાલ છે.