online સચ : 10 વર્ષના રે એ કહ્યું શાક ના વઘારની સ્મેલ આવતા ભણવામાં ધ્યાન નથી રહેતું

online સચ : 10 વર્ષના રે એ કહ્યું શાક ના વઘારની સ્મેલ આવતા ભણવામાં ધ્યાન નથી રહેતું
એક તરફ કોરોના વાયરસની મહામારીનો ભય છે તો બીજી તરફ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન જોખમમાં મુકી શકે છે

એક તરફ કોરોના વાયરસની મહામારીનો ભય છે તો બીજી તરફ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન જોખમમાં મુકી શકે છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદના શીલજમાં રહેતી અને ધોરણ 9માં ભણતી ફ્લોરેન્સ વ્યાસ દરરોજ સવારના 8:00 થી 12:00 વાગ્યા સુધી ઓનલાઇન ક્લાસિસ દ્વારા ભણે છે, પરંતુ ઓનલાઈન એજ્યુકેશનમાં તેને મજા આવતી નથી. તેની પાછળનું કારણ છે ઇન્ટરનેટ કનેકટીવિટી. તેને ઓનલાઈન એજ્યુકેશન દરમિયાન ચાર કલાકમાંથી પંદર મિનિટ વેસ્ટ થાય છે. એટલું જ નહીં ફ્લોરેન્સને અમુક ક્વેરી હોય છે પણ તેનું સોલ્યુશન તે સમજી શકતી નથી.

આ અંગે તેની માતા પણ કહે છે કે એક સમયે બાળકોને મોબાઈલથી અને લેપટોપથી દુર રાખતા હતા પરંતુ હવે બાળકોને મોબાઈલ અને લેપટોપ આપવા જ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમનું કહેવું છે કે મોબાઈલ અને લેપટોપનું વળગણ બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યું છે. આ અંગે ફ્લોરેન્સે કહ્યું કે ભણવાની મજા ક્લાસમાં જ આવે છે. ભણતા ભણતા મમ્મીએ જમવાનું શું બનાવ્યું છે તે પૂછી લઉં છું.



આ પણ વાંચો - અમદાવાદ રથયાત્રા : ભગવાનના મોસાળ સરસપુરના મહંતે અન્નજળ ત્યાગ અને આત્મદાહની ચીમકી ઊચ્ચારી







અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને ચોથા ધોરણમાં ભણતા રેની વાત સાંભળીને તમને હસવું આવી જશે. કારણ કે રેની નાદાની કહો કે પછી ઓનલાઈન એજ્યુકેશનનું સત્ય. કેમેરા સામે તે સ્પષ્ટ કહે છે કે જ્યારે તે ભણવા બેસે છે ત્યારે ભણવામાં તેનું ધ્યાન રહેતું નથી, કારણ કે તે સમયે તેના ઘરમાં જમવાનું બનતું હોવાથી તેની સુગંધથી ભૂખ લાગી જાય છે. ખાવાના શોખીન રેને એવું પૂછવાનું પણ મન થાય છે કે મમ્મીએ શું બનાવ્યું હશે. આ અંગે રેના માસી રિંકુબેન કહે છે કે રે ચંચળ હોવાથી ઓનલાઇન મોબાઈલ પર એજ્યુકેશનને કારણે તેમને સતત પોતાની બહેનના બાળકનું ધ્યાન રાખવું પડે છે. જેથી તે મોબાઈલથી ભણવાને બદલે બીજે ધ્યાન ના આપે.

ઓનલાઇન એજયુકેશન બાળકોના ભવિષ્યને જોખમમાં મુકી રહ્યા છે. એક તરફ કોરોના વાયરસની મહામારીનો ભય છે તો બીજી તરફ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન જોખમમાં મુકી શકે છે, ત્યારે સરકાર આ પરિસ્થિતિમાં વચ્ચેનો રસ્તો કયો શોધી શકે છે તે પણ એક સવાલ છે.
Published by:Ashish Goyal
First published:June 24, 2020, 18:56 pm

ટૉપ ન્યૂઝ