અમદાવાદ: એક વ્યક્તિએ ઈ-મેમાનો રેકોર્ડ તોડ્યો, 111 ઈ-મેમા બાકી

News18 Gujarati
Updated: October 16, 2019, 6:25 PM IST
અમદાવાદ:  એક વ્યક્તિએ ઈ-મેમાનો રેકોર્ડ તોડ્યો, 111 ઈ-મેમા બાકી
ટ્રાફિક ડીસીપી અજીત રાજયાણ

10 દિવસનો સમય દંડ ભરવાનો સમય આપવામાં આવશે, અને જો દંડ ની રકમ નહીં ભરવા માં આવે તો લાઇસન્સ અને rc કેન્સલ કરવાની કાર્યાવહી કરવામાં આવશે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી ઝુંમ્બેશ શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા એક રિકવરી ટીમ બનાવવામાં આવી છે. જે લોકોના બાકી ઈ મેમા લેવાનું કામ કરશે. આ મુહિમ શરૂ કરવામાં આવશે ત્યારે 10 દિવસનો દંડ ભરવાનો સમય આપવામાં આવશે, અને જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો લાઇસન્સ અને RC કેન્સલ કરવાની કાર્યાવહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, અત્યાર સુધી જે લોકોના 5થી વધુ મેમો બાકી હોય તેવા 1400 વાહન ચાલક છે અને જેની રકમ 35 કરોડ થાય છે. ત્યારે કુલ 55 કરોડની રકમનો દંડ બાકી છે, જે વાહન ચાલકોને ભરવાનો બાકી છે.

ટ્રાફિક west ઝોનના dcp અજિત રાજયાણનું કેહવું છે કે આ રકમ 2015થી 2019 સુધીની છે અને હાલ 1400 લોકોને નોટીસ આપવામાં આવશે જેના 5થી  વધુનું દંડ બાકી છે. આ કમિગીરીમાં RTOની મદદ પણ લેવામાં આવશે. નોંધનીય છે કે આ બાકી દંડની રકમ બધી રીતે વસૂલવામાં આવતી બાકી રકમનો દંડ છે.

આ બધા વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં એક ફોર વ્હીલર ચાલકને 111 ઈ-મેમા આપવામાં આવ્યા છે, જે તેણે હજુ સુધી ભર્યા નથી. તેના એકલા માત્ર પાસેથી 38 હજારનો ઈ-મેમાનો દંડ વસુલવાનો બાકી છે. એક વ્યક્તિ એવો છે જેના 109 મેમા ભરવાના બાકી છે. આ સિવાય 100 મેમા ભરવાના બાકી હોય તેવા 65 વ્યક્તિ છે. જ્યારે 300 એવા વાહન ચાલકો છે, જેમના નામે 50 ઈ-મેમા બોલે છે જેમણે ભર્યા નથી.
First published: October 16, 2019, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading