અમદાવાદ-વડોદરા હાઈવે પર ટ્રકે લકઝરી-કારને અડફેટે લીધી, 1નું મોત,5ને ઇજા

News18 Gujarati
Updated: April 1, 2018, 8:27 PM IST
અમદાવાદ-વડોદરા હાઈવે પર ટ્રકે લકઝરી-કારને અડફેટે લીધી, 1નું મોત,5ને ઇજા
અમદાવાદ-વડોદરા હાઈવે પર ટ્રકે લકઝરી-કારને અડફેટે લીધી, 1નું મોત,5ને ઇજા.

  • Share this:
અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સ પહેલાં રિંગ રોડ પાસે ટ્રકે લકઝરી અને કારને અડફેટે લીધી છે. અકસ્માતમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે તેમ જ પાંચ વ્યક્તિને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સ પહેલાં રિંગ રોડ પાસે પૂરપાટ આવી રહેલી એક ટ્રકે ઓવરટેક કરવા જતાં લકઝરી અને કારને અડફેટે લીધી હતી. નારણપુરામાં રહેતો પરિવાર કારમાં ડાકોર મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો એ દરમિયાન અકસ્માત થતાં કુલ છ વ્યક્તિને ઇજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છ ઇજાગ્રસ્તો પૈકી ચંદ્રકાન્ત ડાહ્યાભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. માહિતીના જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.
First published: April 1, 2018
વધુ વાંચો
अगली ख़बर