અમદાવાદ: હુમલાના વિરોધમાં ઉત્તર ભારતીય નાગરીકોએ કેન્ડલ માર્ચ યોજી

News18 Gujarati
Updated: October 7, 2018, 9:43 PM IST
અમદાવાદ: હુમલાના વિરોધમાં ઉત્તર ભારતીય નાગરીકોએ કેન્ડલ માર્ચ યોજી
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના સાત-આઠ જીલ્લામાં છેલ્લા કેટલાએ દિવસોથી પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે.

  • Share this:
રાજ્યમાં પરપ્રાંતિય પર હુમલા થવાની ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ઉત્તર ભારતના નાગરિકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના નાગરીકો જોડાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મેઘાણીનગરમાં ઉત્તર ભારતના નાગરીકોએ ભેગા થઈ હુમલાઓની ઘટનામાં ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જીલ્લાના ઢુંઢર ગામમાં દોઢ વર્ષની બાળકી સાથે પરપ્રાંતિય મજદૂર દ્વારા દુષ્કર્મની ઘટના બાદ તેના ઘેરા પ્રત્યાઘાત રાજ્યમાં પડી રહ્યા છે. રાજ્યના સાત-આઠ જીલ્લામાં છેલ્લા કેટલાએ દિવસોથી પરપ્રાંતિય લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે.

પોલીસ વડાએ પણ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 42 જેટલી હુમલાની ઘટનાઓની ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈ 342 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

આ મુદ્દે પોલીસ વડાએ પરપ્રાંતિઓની સુરક્ષા માટે કેવા પગલા ભરવામાં આવ્યા છે, તે મુદ્દે પણ માહિતી આપી હતી, સાથે તેમણે રાજ્યના તમામ નાગરીકોને અપીલ કરી હતી કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસની મદદ કરે. અને ઉશ્કેરણીજનક માહિતી સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં ન આવે તે માટે તકેદારી રાખવાની પણ અપીલ કરી છે.
First published: October 7, 2018, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading