Home /News /madhya-gujarat /

અમદાવાદ: ચાંદખેડામાં કોઇ સુરક્ષિત નથી? વૃદ્ધા અને વેપારીને ટાર્ગેટ બનાવ્યાં બાદ હવે સગીરા સાથે ગંભીર ઘટના

અમદાવાદ: ચાંદખેડામાં કોઇ સુરક્ષિત નથી? વૃદ્ધા અને વેપારીને ટાર્ગેટ બનાવ્યાં બાદ હવે સગીરા સાથે ગંભીર ઘટના

ચાંદખેડામાં ગુનેગારો સક્રિય

Ahmedabad Crime News: મૂળ યુપીનો અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આ પરિવારની મહિલા મોટી બહેનનાં ઘરમાં ભાડે રહે છે. જેને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે.

અમદાવાદ: શહેરનો ચાંદખેડા વિસ્તાર ક્રાઇમ રેટમાં ઊંચો જઈ રહ્યો છે. સ્થાનિક પોલીસ (Ahmedabd Police) અને અધિકારીઓ જાણે ગુંડા હોય તેમ પોલીસ તરીકેની કામગીરી કરવાની જગ્યાએ ગુંડા જેવું વર્તન કરે છે. તાજેતરમાં વૃદ્ધ દંપતીને ઘરમાંથી બહાર ખેંચી પોલીસ સ્ટેશન લાવ્યા હોવાની ઘટના જ તાજો પુરાવો છે. જેમાં છ પોલીસકર્મીઓ ને તો સસ્પેન્ડ કરાયા પણ ઉચ્ચ અધિકારીઓ અહીંના અધિકારીઓને (Ahmedabad Crime News) છાવરી મોટા કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આટલું જ નહીં બે બે વાર દસ જ દિવસમાં લાખો રૂપિયાની જવેલર્સમાં ચોરી પણ થઈ હતી. સ્થાનિક અધિકારી એવા નબળા સાબિત થયા કે સામાન્ય ગુનેગારો પણ તેમને ચેલેન્જ કરી ગયા.

આ પણ વાંચો-ગાંધીનગર કોર્ટે માત્ર 14 દિવસમાં આપી સજા: 3 વર્ષની બાળકીની હત્યા-રેપ કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલ

વૃદ્ધો અને વેપારીઓની સુરક્ષા તો ચાંદખેડા પોલીસ ન કરી શકી પણ હવે આ વિસ્તારની સગીરાઓ પણ સુરક્ષિત નથી તેવું ક્યાંક લાગી રહ્યું છે. એક સગીરાને બે શખ્સોએ દારૂ જેવું કેફી પીણું પીવડાવી એક ઓરડીમાં ગોંધી રાખી છેડતી કરી હતી તેમજ તેની છેડતી કરી રેપ કરવાનો પ્રાયસ કર્યો હતો. પોલીસે આ સગીરાને શોધવાની જગ્યાએ સગીરાના માતા પિતાએ તેને શોધી હતી. બાદમાં પોલિસે માત્ર કાગળ પર ઘોડા દોડાવી તપાસ શરૂ કરી છે. આ પ્રકારની અનેક ઘટનાઓ બનતા ચાંદખેડા વિસ્તારમાં શુ કોઈ સુરક્ષિત છે કે નહીં તે અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

મૂળ યુપીનો અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આ પરિવારની મહિલા મોટી બહેનનાં ઘરમાં ભાડે રહે છે. જેને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. આ મહિલાની 14 વર્ષની દીકરી બુધવારે કોઈ ઘરે કામ કરવા ગઈ હતી. તે રાત્રે 10 વાગ્યા સુધી સગીરા ઘરે ન આવતા માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. આસપાસમાં શોધખોળ કરી પણ પુત્રી મળી આવી ન હતી. જેથી તેને ફોન કરતા હું ભાગી ગઈ છું કહીને ફોન તેણે મૂકી દીધો હતો. આસપાસમાં તપાસ કરી છતાંય પુત્રી મળી આવી નહોતી. જેથી પરિવારે તપાસ કરી શરૂ કરી હતી. આ સગીરા થોડા સમય પહેલા લેબર કોલોનીમાં રહેતા એક યુવક સાથે વાત કરતી પકડાઈ હતી તેના ત્યાં તપાસ કરી તો ત્યાં પણ તેની ભાળ મળી નહોતી.

આ પણ વાંચો- અમદાવાદ: આ વર્ષે ચોમાસામાં પડ્યાં 73 ભૂવા, ફક્ત નવાં વાડજનો ભૂવો 38 લાખમાં પૂરાયો

બાદમાં આ જ યુવકના નાના ભાઈએ તેને ફોન કર્યો હતો. જેથી આ યુવકે સગીરાનાં ઘરે ફોન આવ્યાની જાણ કરી અને સગીરા લેબર રૂમની બાજુમાં ઓરડીમાં હોવાનું જણાવ્યું હતું. સગીરાની ત્યાં ભાળ મળતા તેના માતા પિતાએ પૂછ્યું તો બે લોકોના નામ આપ્યા હતા. સોનુ અને શિવલાલ નામનાં બે લોકો સગીરાને ત્યાં લાવ્યા હતા અને દારૂ જેવું કઈક કેફી પીણું પીવડાવી ઓરડીમાં ગોંધી રાખી છેડતી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ અંગે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી બે શખ્શોની શોધખોળ હાથ ધરી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad city, Ahmedabad crime, Crime news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन