અમદાવાદ : નો નવરાત્રી નો ગરબા, ડૉક્ટર્સે સોશિયલ મીડિયા પર નોંધાવ્યો વિરોધ


Updated: October 7, 2020, 6:10 PM IST
અમદાવાદ : નો નવરાત્રી નો ગરબા, ડૉક્ટર્સે સોશિયલ મીડિયા પર નોંધાવ્યો વિરોધ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના સંક્રમણને પગલે આ વખતે નવરાત્રીમાં ગરબા આયોજન થશે કે નહીં તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે

  • Share this:
navratri Traditionઅમદાવાદ : કોરોનાના સંક્રમણ વચ્ચે દિવસેને દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે તેવામાં સરકારે ગરબા કે નવરાત્રી(Navratri)ના આયોજન માટે પરવાનગી આપવી જોઈએ નહીં તેવી અપીલ તબીબો સરકારને કરી રહ્યા છે. આ વખતે ગરબા કે નવરાત્રીના આયોજન મામલે સોશિયલ મીડિયામાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે.

કોરોના વાયરસના સંક્રમણને પગલે આ વખતે નવરાત્રીમાં ગરબા આયોજન થશે કે નહીં તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આમ તો કોરોનાથી લોકડાઉન બાદ રથયાત્રા હોય કે જન્માષ્ટમી કે પછી ગણેશ ચતુર્થી આ તમામ તહેવારોની ઉજવણી પર રોક લાગી હતી. પરંતુ આદ્ય શક્તિની આરાધનાનું પર્વ અને ગરબા આયોજનને લઈ ગરબા રસિયાઓ પરવાનગી મળે તેની તરફેણ કરી રહ્યા હતા એટલું જ નહીં લોકડાઉનના કારણે આર્થિક ભીંસ અનુભવી રહેલા કેટલાક કલાકારો પણ નવરાત્રી અને ગરબાના આયોજનને લઈ ઉત્સુક હતા. પરંતુ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેને જોતા ડોકટર્સે ગરબાના આયોજનનો સીધો વિરોધ નોંધાવી દીધો છે.

આ પણ વાંચો - IPLમાં કોહલીએ બનાવ્યા છે સૌથી વધારે રન, જાણો બીજા અને ત્રીજા નંબરે કોણ છે

એક ડોકટર્સના ગ્રૂપે સોશિયલ મીડિયામાં ગરબાના આયોજનનો વિરોધ પણ શરૂ કરી દીધો છે. ફિજીશિયન વસંત પટેલે જણાવ્યું કે કોરોના પર કાબુ મેળવા 6 મહિનાથી ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ મહેનત કરી રહ્યો છે. પણ ગરબાના આયોજનને પરવાનગી આપવામાં આવશે તો 6 મહિનાની મહેનત પર પાણી ફરી વળશે. સામાન્ય વ્યક્તિ કોરોનાનો ભોગ બને ત્યારે મૃત્યુ દર 1.5 ટકા હોય છે પણ કોરોના વોરિયર્સમાં મૃત્યુદરનું પ્રમાણ 15.3 ટકા હોય છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે 40 આસપાસ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફના મોત થઈ ચૂક્યા છે. જેથી ગરબાનું આયોજન ના થવું જોઈએ. સોશિયલ મીડિયા ઉપર પણ અભિયાન હાથ ધરી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે કોઈ પણ લોકો પોતાના ઘરે માતાજીની પૂજા આરતી કરી શકે છે. પણ ગરબાનું આયોજન ના થવું જોઈએ. અમદાવાદ મેડિકલ એસોસિએશને પણ પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજનની પરવાનગી આપવામાં ના આવે તેવી રજુઆત સરકારને કરી છે. માત્ર પાર્ટી પ્લોટ જ નહીં શેરી ગરબાની પણ પરવાનગી ના આપવી જોઈએ કારણ કે જો કોઈ પણ પ્રકારે પરવાનગી આપવામાં આવશે તો સોશિયલ ડિસ્ટન્સ જળવાશે નહીં. માસ્ક પણ લોકો પહેરશે નહીં અને અંતે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે.મહત્વનું છે કે ગરબા આયોજનને લઈ મામલો વધુ પેચીદો બની રહ્યો છે. જોકે ડોકટર્સ દ્વારા આ આયોજનનો વિરોધ કરી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે.
Published by: Ashish Goyal
First published: September 12, 2020, 6:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading