અમદાવાદ: એક તરફ માસ્ક (Mask) ન પહેરવા બદલ પોલીસ કાર્યવાહી કરી રહી છે, ત્યારે મસમોટા દંડ (No mask fine)ને હવે પોલીસ (Gujarat police) લોકોના રોષનો ભોગ બની રહી છે. બીજી તરફ દંડની કાર્યવાહીથી હવે પોલીસ પણ કંટાળી છે. અમદાવાદ શહેર (Ahmedabad city coronavirus)માં દંડની રકમ મામલે પોલીસ સાથે ઘર્ષણનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. માસ્ક ન પહેરેલા એક વાહન ચાલકને રોકતા તેણે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. ચાલકે પોલીસકર્મીને લુખ્ખા હોવાનું કહી લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, ચાલકે પોતાનું વાહન પોલીસકર્મી પર ચઢાવી દીધું હતું.
ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રજુસિંહ કારગીલ પેટ્રોલ પંપ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક વાહન ચાલક માસ્ક પહેર્યા વગર ત્રણ સવારીમાં નીકળ્યો હતો. પોલીસે તેઓને રોકતા દંડ ભરવાનું જણાવ્યું હતું. જેથી વાહન ચાલક ચીમનભાઈ ઉર્ફે દિવેશ મેર પોલીસ સાથે બબાલ કરવા લાગ્યો હતો.
ચાલક દિવેશ મેર પોલીસ સાથે બબાલ કરી પોતે વાહન પર બેસી ગયો હતો. બાદમાં તે વાહન લઈને અન્ય બે મહિલાઓને બેસાડી ભાગવા ગયો હતો. પોલીસે રોકતા તેને રોકતા ચાલકે પોલીસકર્મીના બંને પગ પર વાહન ચઢાવી દીધું હતું. આ ઉપરાંત 'તમે પોલીસ વાળા લૂંટવા બેઠા છો, લુખ્ખા છો, દંડ નહીં ભરુ' એમ કહી ઘર્ષણ કર્યું હતું. આ મામલે પોલીસકર્મીએ આ વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમાં કોરોનાનુ (coronavirus) સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટની રહ્યું છે. રવિવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં (Gujarat corona update) કુલ 850 કેસ નોંધાયા છે. સાથે આજે 920 દર્દીઓએ કોરોનાને (covid-19) મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 2,27,128 દર્દીઓ સાજા થયા છે.
આ પણ જુઓ-
આ સાથે રાજ્યનો સાજા થવાનો દર 93.91 છે. એ જ રીતે કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે રાજ્યમાં કુલ 53,075 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 816.54 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 94,37,105 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં કુલ ચાર, સુરત કોર્પોરેશનમાં કુલ 2 વડોદરામાં એક આમ કુલ 7 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 4282 થયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર