અમદાવાદ: ટ્રાફિક પોલીસ સામે ભવિષ્યમાં કોઈ બહાના નહીં ચાલે, મશીનથી લેવાશે દંડ


Updated: September 22, 2020, 4:06 PM IST
અમદાવાદ: ટ્રાફિક પોલીસ સામે ભવિષ્યમાં કોઈ બહાના નહીં ચાલે, મશીનથી લેવાશે દંડ
મશીનથી ટ્રાફિક દંડ વસુલવામાં આવશે

અમદાવાદમાં રહેતા વાહન ચાલકો જો તમારા ટ્રાફિક દંડ બાકી હોય તો તો ભરી દેજો. હવે તમે બહાના નહીં મારી શકો. શહેરમાં કુલ આશરે 110 કરોડ દંડ બાકી

  • Share this:
અમદાવાદમાં રહેતા વાહન ચાલકો જો તમારા ટ્રાફિક દંડ બાકી હોય તો તો ભરી દેજો. હવે તમે બહાના નહીં મારી શકો. શહેરમાં કુલ આશરે 110 કરોડ દંડ બાકી છે અને જે માટે ટ્રાફિક પોલીસ અલગ કાર્યવાહી કરશે.

અમદાવાદમાં 2015થી ઈ મેમોની શરૂઆત થઈ છે અને જેમાં જુલાઈ 2020 સુધીમાં આશરે 57 લાખ જેટલા ઈ મેમો જનરેટ કરવામાં આવ્યા અને જેમાં 150 કરોડ દંડની રકમ હતી પરંતુ હાલ પણ 110 કરોડ લોકો પાસેથી વસુલ કરવાના બાકી છે અને જે માટે હાલ 2 ટિમ કામ કરી રહી છે પરંતુ ટિમો વધારી રૂપિયા રિકવર કરવામાં આવશે.

જોકે લોકો રૂપિયા નથી એવા બહાના કરે છે જેથી આગામી સમયમાં કેટલાક પોલીસ કર્મચારીઓને મશીન આપવામાં આવશે અને તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી દંડની રકમ લેવામાં આવશે. 2 મહિનામાં આ મશીન આવી જશે.

આ પણ વાંચોભારતમાં હજુ ટળ્યો નથી Covid-19નો ખતરો, કેટલાક રાજ્યોએ લગાવ્યું Lockdown અથવા કલમ-144

મહત્વનું છે કે, આની સાથો સાથ સરકારમાં 1 નેશન 1 ચલણ માટેની કામગીરી પણ ચાલી રહી છે, જેમાં હાલ 7 જેટલા રાજ્યો આવી ગયા છે અને ગુજરાત પણ આવી જશે. આમાં કોઈ પણ વાહન ચાલક કોઈ પણ રાજ્યમાં નિયમનો ભંગ કરતો હશે, તો પણ તેને તે ચૂકવવા પડશે.
કારણ કે જો તે વાહન ચાલક rtoમાં ગાડીને લઈ કોઈ પણ કામ કરવા જશે તો, બીજા રાજ્યોના મેમો બાકી બતાવશે અને તેને ભરવું પડશે તે માટે rtoમાં પણ કામગીરી ચાલી રહી છે. હાલ તો વધુમાં વધુ લોકો દંડ ભરે તે માટે પોલીસ કાર્યાવહી કરી છે, પરંતુ સાથો સાથ નિયમનું પાલન પણ કરે તે માટે પણ પ્રયત્ન કરી રહી છે.
Published by: kiran mehta
First published: September 22, 2020, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading