નિત્યાનંદની ખેર નથી : પોલીસે ચાર્જશીટ રજૂ કરી, રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાશે


Updated: January 22, 2020, 4:05 PM IST
નિત્યાનંદની ખેર નથી : પોલીસે ચાર્જશીટ રજૂ કરી, રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાશે
નિત્યાનંદની ફાઇલ તસવીર

અમદાવાદ પોલીસે ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે. ઉપરાંત પોલીસે કલમ 70 મુજબનુ વોરંટ મેળવી રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

  • Share this:
અમદાવાદઃ નિત્યાનંદ આશ્રના વિવાદ મામલે ગ્રામ્ય પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમા ચાર્જશીટ રજૂ કર્યુ છે. ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે. ઉપરાંત પોલીસે કલમ 70 મુજબનુ વોરંટ મેળવી રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ ચોપડે ફરાર નિત્યાનંદ હાથે લાગે છે કે કેમ તે મોટો સવાલ છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના વિવેકાનંદ નગર પોલીસ મથકમા ફરિયાદી જનાર્દન શર્મા દ્વારા ફરિયાદ નોંધવામા આવી હતી કે હિરાપર ગામે આવેલા નિત્યાનંદ આશ્રમમા રહેતા તેમના બે સગીર બાળકોનુ અપહરણ કરી, ગોંધી રાખી, બાળ મજુરી કરાવવામા આવે છે. ઉપરાંત બાળકો પાસે મજુરી કરાવી આશ્રમ કરોડો રૂપિયાનુ ડોનેશન મેળવે છે અને મારી નાખવાની ધમકી આપવામા આવે છે. જે ગુનાની તપાસ દરમિયાન એસઆઈટી દ્વારા પ્રિયા તત્વા અને પ્રાણપ્રિયા ની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી નિત્યાનંદ ને પોલીસે ચાર્જશીટમાં વોન્ટેડ દર્શાવ્યો છે. ઉપરાંત અગાઉ પણ પોલીસે નિત્યાનંદ વિરુદ્ધ બ્લ્યુ કોર્નર નોટિસ મેળવી હતી. જોકે હવે પોલીસ ઈન્ટરપોલની મદદથી વધુ સખત કાર્યવાહી કરશે.

ભાગેડૂ નિત્યાનંદ સાથે અમદાવાદ આશ્રમ ભૂતકાળમાં રહેતી સાધિકા નિત્યાનંદિતા જેના કારણે વિવાદ સર્જાયો


આ પણ વાંચો : રામ રાખે તેને કોણ ચાખે! હાડ થીજવતી ટાઢમાં ત્યજી દેવાયેલી બાળકીને તબીબોએ આપ્યું નવજીવન

અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું છે કે એસઆઈટી એ તપાસ દરમિયાન 50 સાક્ષીઓના જવાબ નોધી 83 પાનાનું ચાર્જશીટ કોર્ટમા રજૂ કર્યુ છે. ઉપરાંત પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વા વિરુધ્ધ મહત્તમ ના પુરાવા પણ રજૂ કર્યા છે. જેમાં બાળ મજુરી દ્વારા મેળવવા મા આવેલા 9.64 લાખ રૂપિયા ના દાનને પણ પુરાવા તરીકે લેવામા આવ્યુ છે. ઉપરાંત સોશિયલ મિડીયા પર સ્વામીને પ્રમોટ કરવા કરાતી કામગીરીને પણ આરોપી વિરુધ્ધ પુરાવા તરીકે લેવામા આવ્યા છે. જોકે નિત્યાનંદ હાલ ક્યા છે તે અંગે કોઈ માહિતી ન મળતા તેને લાલ શાહીથી નાસતો ફરતો બતાવવામાં આવ્યો છે. ઉપરાંત ગુમ થયેલી બન્ને બહેનોએ કિંગશ્ટન માથી એફિડેવિટ રજૂ કરી છે. ઉપરાંત પોલીસ નિત્યાનંદ વિરુધ્ધ 70 મુજબ નુ વોરંટ મેળવ્યા બાદ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરશે.

બેગલુરૂના એક પિતાએ તેની પુત્રીઓને નિત્યાનંદ આશ્રમમાં ગોંધી રખાયાની ફરિયાદ કરતા સમગ્ર મામલો ગરમાયો હતો.
આ પણ વાંચો : Tiktok સ્ટાર કિર્તી પટેલે વિવાદ વિશે કહ્યું, 'મારી સામે નહીં છોકરીઓ સાથે ખોટું થતું હોય ત્યાં મર્દાનગી બતાવો'

મહત્વની વાત છે કે નિત્યાનંદ આશ્રમ શરૂ થયાના એક વર્ષમાં જ નિત્યાનંદની પાપ લીલા સામે આવી હતી. જે અંગે ફરિયાદ પણ થઈ અને સમય મર્યાદામાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી તેમ છતા ગુનાના બન્ને મુખ્ય પાસા એટલે કે નિત્યાનંદ અને ફરિયાદી જનાર્દન શર્માની બન્ને દિકરીઓ કોર્ટ કે પોલીસ સમક્ષ આવી નથી. ત્યારે હવે ચાર્જશીટ બાદ કોર્ટનુ વલણ શુ રહે છે તે જોવુ મહત્વનુ છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर