અમદાવાદમાં વિશ્વનો પ્રથમ કિસ્સો : 24 કલાકમાં એક જ હોસ્પિટલમાં, એક જ પરિવારના 7 સભ્યોની બેરિયાટ્રીક સર્જરી

અમદાવાદમાં વિશ્વનો પ્રથમ કિસ્સો : 24 કલાકમાં એક જ હોસ્પિટલમાં, એક જ પરિવારના 7 સભ્યોની બેરિયાટ્રીક સર્જરી
એક જ પરિવારના સાત સભ્યોની બેરિયાટ્રીક સર્જરી

પરિવાર જીનેટીક પરિબળોના કારણે તથા જીવનશૈલી લગતા મુદ્દાઓના કારણે મેદસ્વીતાનો ભોગ બન્યું હતું.

  • Share this:
અમદાવાદ : ભાવનગરના એક પરિવારના 7 સભ્યોએ 19 માર્ચે ન્યુરો 1 મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતે બેરિયાટ્રીક સર્જરી કરાવી છે. આ પરિવાર જીનેટીક પરિબળોના કારણે તથા જીવનશૈલી લગતા મુદ્દાઓના કારણે મેદસ્વીતાનો ભોગ બન્યું હતું. આ ગાળામાં, આ પરિવારના 7 સભ્યો ઉપરાંત અન્ય 4 સભ્યોના પણ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ જ પરિવારના અન્ય 4 સભ્યોએ ગયા મહિને આ હોસ્પિટલમાં સમાન પ્રકારની સર્જરી કરાવી હતી.

એશિયન બેરિયાટ્રીક્સના ચીફ બેરિયાટ્રીક સર્જન ડો. મહેન્દ્ર નારવરિયા જણાવે છે કે “એક જ પરિવારના 7 સભ્યોએ બેરિયાટ્રીક સર્જરી કરાવી હોય તેવું અગાઉ સાંભળવા મળ્યું નથી અને દુનિયાનો કદાચ આ પ્રકારનો પ્રથમ કેસ હોય તેવું શક્ય છે.”જવલ્લે જ જોવા મળે તેવી આ સિધ્ધિ ડો. નારવરિયાએ કોરોના મહામારી દરમ્યાન વિકસાવેલી નવી ટેકનિકના કારણે શક્ય બની છે. આ પધ્ધતિમાં ઝડપી રિકવરીની સાથે સાથે પેઈનલેસ સર્જરી થાય છે અને દર્દી ઝડપથી હરતો-ફરતો અને ખોરાક લેતો થઈ શકે છે તથા દર્દીને ઝડપી ડિસ્ચાર્જ કરી શકાય છે.આ ટેકનિકથી સર્જરી 30 થી 45 મિનિટમાં જ પૂર્ણ કરી શકાય છે. અગાઉ આ પ્રકારની સર્જરીમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હતો. અગાઉ દર્દી થોડાક કલાકો પછી ચાલતો થઈ જતો હતો તેના બદલે હવે દર્દી બે કલાકમાં જ ચાલતો થઈ જાય છે. અગાઉ દર્દી બે દિવસ પછી ખોરાક લઈ શકતો હતો તેની તુલનામાં હવે સર્જરી પછી દર્દી 4 કલાકમાં ખોરાક લઈ શકે છે. 24 કલાકમાં દર્દીને રજા આપી દેવાય છે.

આ પણ વાંચોરાજકોટમાં કરૂણ ઘટના: 3 વર્ષનું બાળક 5મા માળેથી પટકાતા કમકમાટીભર્યું મોત, ઘટના CCTV Videoમાં કેદ?

ડો. નારવરિયાએ વધુમાં જણાવ્યું હતું કે “અગાઉ દર્દીને દાખલ કરવાથી માંડીને રજા આપવા સુધીમાં ત્રણથી પાંચ દિવસનો સમય લાગતો હતો, પરંતુ નવી વિકસાવાયેલી ટેકનિકના કારણે સર્જીકલ સ્ટેપ્સ મોડીફાય કરાતાં દર્દીની સલામતી અંગે કોઈપણ પ્રકારના સમાધાન વગર અમે એ જ દિવસે દર્દીને રજા આપી શકીએ છીએ. છેલ્લા એક વર્ષમાં અમે આ પ્રકારની આશરે 100 સર્જરી કરી છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “દર્દીનું હોસ્પિટલ ખાતેનું રોકાણ ટૂંકાવીને અમે દર્દીને કોવિડ-19નો ચેપ લાગવાની સંભાવના ઓછામાં ઓછી કરી દીધી છે. આ ઉપરાંત મેદસ્વી લોકોને કોવિડ સંબંધિત કો-મોર્બિડીટીની સંભાવના વધુ હોવાથી તેમના માટે મેદસ્વીતા વધુ જોખમી બની શકે છે.

આ પણ વાંચોવિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા CIA સ્ટાફના ASIને લોકોએ રંગેહાથ ઝડપ્યો, VIDEO કર્યો વાયરલ

અમે એવું પણ અવલોકન કર્યું છે કે જે દર્દીઓએ બેરિયાટ્રીક સર્જરી કરાવી હોય તેમને કોવિડના કોમ્પલીકેશન્સની શક્યતાઓ ઘટી જાય છે.”ગયા સપ્તાહે આ 7 દર્દીઓને સર્જરી કરાવ્યા પછી તેમના વજનમાં 3 થી 6 કીલોનો ઘટાડો નોંધાયો છે. આ દર્દીઓમાંથી 5 દર્દી ડાયાબિટીસથી પિડાતા હતા, પણ અમે બેરિયાટ્રીક સર્જરીથી તેમને સાજા કર્યા છે. આમાંના બે દર્દી ફેટી લીવર સાથે સંકળાયેલા સિરોસીસ ઓફ લીવરથી પિડાતા હતા.સર્જરી કરાવ્યા પછી ફોલોઅપ ચેક-અપ માટે હોસ્પિટલની મુલાકાતે આવેલા આ પરિવારના 7 સભ્યોએ જણાવ્યું હતું કે સર્જરી પછી તે પોતાની જાતને વધુ બહેતર અને તંદુરસ્ત અનુભવી રહ્યા છે. તાજેતરમાં સર્જરી કરાવ્યા પછી તેમને કોઈ આડઅસર જણાઈ નથી.
Published by:kiran mehta
First published:May 13, 2021, 18:37 pm

ટૉપ ન્યૂઝ