અમદાવાદ : મહિલા વકીલનો ગંભીર આક્ષેપ, 'સિનિયર વકીલે ... અડપલા કરી ખુબ ગંદુ-ગંદુ કહ્યું કે, ....'

અમદાવાદ :  મહિલા વકીલનો ગંભીર આક્ષેપ, 'સિનિયર વકીલે ... અડપલા કરી ખુબ ગંદુ-ગંદુ કહ્યું કે, ....'
પ્રતિકાત્મક તસવીર

મહિલા વકીલનો આક્ષેપ છે કે, 'આરોપી સિનિયર વકીલે મહિલાના શરીર પર હાથ ફેરવી અડપલાં કર્યા હતા, તેમણે તુરંત પ્રતિકાર કરી ધક્કો માર્યો હતો, છતાં આરોપી ફરી તેમની પાસે આવીને આ રીતે અડપલા કર્યા'

  • Share this:
અમદાવાદ : મહિલા વકીલ સાથે કોર્ટ કંપાઉન્ડમાં સિનિયર વકીલ દ્વારા જ અભદ્ર વર્તનનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. મહિલા વકીલે આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસને કહ્યું કે, 'સિનિયર વકીલે તેમને બિભત્સ શબ્દો બોલ્યા અને અગાઉ કરેલ કેસ પરત નહીં ખેંચે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી શારીરિક છેડતી કરી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મહિલા વકીલ આજે સાંજે કોર્ટમાં ગયા હતા અને કોર્ટ શેડ ટાઇપીસ્ટ પાસે ટાઈપિંગ કરાવતા હતા, આ દરમિયાન તેમના સિનિયર વકીલ તેમની પાસે આવ્યા હતા, અને અભદ્ર વર્તન કર્યું હતું. મહિલા વકીલનો આક્ષેપ છે કે, 'આરોપી વકીલે મહિલાના શરીર પર હાથ ફેરવી અડપલાં કર્યા હતા, તેમણે તુરંત પ્રતિકાર કરી ધક્કો માર્યો હતો, છતાં આરોપી ફરી તેમની પાસે આવીને આ રીતે અડપલા કર્યા હતા. જેથી મહિલા વકીલ ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા.'ફરિયાદ અનુસાર, 'આરોપી સિનિયર વકીલે તેમને ધમકી આપી કહ્યું કે, મારી ઉપર અગાઉ કરેલ બે કેસ પરત ખેંચી લે નહીં તો મજા નહીં આવે. તે કરેલ બંને કેસો પરત ખેંચવાનો કરાર મે કર્યો છે, તેના પર સહી કરી દે. મેં તને અગાઉ whatsapp પણ કરેલ, જે એગ્રીમેન્ટ પર પણ સહી કરવામાં હજુ સુધી આવી નથી.'

આ પણ વાંચોસુરત : પરિણીતાની ગળુ દબાવી હત્યા, '2 વર્ષનો પુત્ર અને 4 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી'

તેમણે ફરિયાદમાં કહ્યું છે કે, 'આરોપી વકીલે તેમને બિભત્સ ગાળો બોલી અને જો કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી', આ સિવાય કહ્યું કે, 'કોર્ટમાં તું વકીલાત કેવી રીતે કરે છે તું જો, તેવી ધમકી આપી હતી'.

મહિલા વકીલે ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, આરોપી આટલે ના અટક્યો તેણે, 'તું ... છે, તારો કેટલો .... બોલાય છે, અને તને ફેસબુક પર કેટલાની ઓફર આવે છે, તે મને ખબર છે, તેમ કહીને જાહેરમાં બદનામી કરી હતી'.

આ પણ વાંચોઅમદાવાદ: મંદિર બહાર બાળકી મૂકનાર મહિલા 200 CCTV તપાસ્યા બાદ ઝડપાઇ, જાણો તેનું પોલીસ સમક્ષનું રટણ

મહિલા વકિલે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો. મહિલાએ આરોપી પર અગાઉ પણ બે પોલીસ ફરિયાદ કરેલી છે. જે મેટર હાલ કોર્ટમાં ચાલુ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:February 05, 2021, 23:01 pm

ટૉપ ન્યૂઝ