અમદાવાદ : શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે હવાઈ માર્ગે 21 બાળકો બિહારથી હૃદયના ઓપરેશન માટે આવ્યા

અમદાવાદ : શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે હવાઈ માર્ગે 21 બાળકો બિહારથી હૃદયના ઓપરેશન માટે આવ્યા
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે

 • Share this:
  અમદાવાદ : દિલ વિધાઉટ બિલના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં 21 વર્ષથી સ્વાથ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્ય નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદના આંગણે સેવાની આ સરવાણી ભૂલકાં માટે પણ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ કાશિન્દ્રાના માધ્યમથી વહી રહી છે.

  શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે, કે જે બાળકોના હૃદયના ઓપરેશન જેનો અન્ય કોઈ પણ હોસ્પિટલમાં 3 થી 5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્ય કરે છે.  આ હોસ્પિટલ દ્વારા દેશના અલગ અલગ રાજ્યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારના હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્ય કરવામાં આવશે. અમદાવાદમાં આવેલી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલે ખરા અર્થમાં દર્દીઓની સેવાનો ભેખ ધારણ કરેલ છે. જ્યાં બાળદર્દીઓને હાર્ટસર્જરી સહિતની સુવિધાઓ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે. આ હોસ્પિટલમાં ખાસ બિહારથી 21 બાળકોને લાવીને સારવાર શરૂ થઈ છે. આ બાળકોનું અભિવાદન ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ ભીમાણી અને કંચનભાઈ બી. ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચોબેન્ક કર્મચારીઓ જશે હડતાળ પર, આ મહિનામાં 10 દિવસ બેન્ક બંધ રહેશે, જોઈલો તારીખો

  આ હોસ્પિટલ આરોગ્યની અપૂરતી સુવિધાઓ ધરાવતા રાજ્યોનાં બાળકોનાં હૃદયના ઓપરેશન વિનામૂલ્ય કરે છે. રાજકોટ ખાતે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલની સ્થાપના 4 ઑગસ્ટ 2000ના રોજ કરવામાં આવી હતી. શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા છેલ્લા 21 વર્ષમાં 20 હજાર કરતા વધારે દર્દીઓના ઓપરેશન વિનામૂલ્ય થયાં છે. આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ ભીમાણીએ ગુજરાતના લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ પણ હૃદયના દર્દી જેની માસિક અવાક રૂ. 20 હજાર કરતાં ઓછી હોય અને ઉમર 60 વર્ષ કરતાં ઓછી હોય તે અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવી શકે છે.

  કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, “હું આને એક ઐતિહાસિક અને અદ્વિતીય પ્રસંગ કહીશ કારણ કે આટલી મોટી સંખ્યામાં હવાઈ માર્ગ દ્વારા આવેલા આ બાળકોને વિનામૂલ્ય સારવાર આપવી એ એક અભૂતપૂર્વ પ્રસંગ છે." ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ સાથે છેલ્લાં ૨૦ વર્ષ થી સંકળાયેલા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે "આ હોસ્પિટલ દ્વારા અવિરતપણે ચાલતા નિઃસ્વાર્થ અને અનોખા સેવાયજ્ઞનો હું 20 વર્ષથી સાક્ષી છું. કોઈ પણ સેવાકાર્ય સાતત્યપૂર્ણ સમર્પણ વિના અશક્ય છે. એટલે આ અનોખા સેવાયજ્ઞને સતત બિરદાવવાનું મન થાય છે"

  આ પણ વાંચોદેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ, કવચ બનશે નેટવર્ક 18-ફેડરલ બેંકનું સંજીવની અભિયાન

  શ્રી સત્ય સાઈ હોસ્પિટલ અમદાવાદ, ભારતની સૌથી મોટી પીડિયાટ્રિક કાર્ડિયાક ચેરિટેબલ હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં માત્ર પંદર મહિનાના ટૂંકા ગાળામાં *1800 જેટલા બાળદર્દીઓની હાર્ટસર્જરી વિનામૂલ્ય કરી નવું જીવન આપ્યું છે. 310 બેડ, 4 ઓપરેશન થીએટર, 4 આઈસીયુ-આઈસીસીયુ. અને કૅથ લેબ ધરાવતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, કાશિન્દ્રા સેવા ક્ષેત્રે અનન્ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્ય ઓપરેશન કરવામાં આવે છે.
  Published by:kiran mehta
  First published:April 07, 2021, 21:42 pm

  ટૉપ ન્યૂઝ