Home /News /madhya-gujarat /અમદાવાદ : અદાણી શાંતિગ્રામમાં મહિલા MD ડોક્ટરે આપઘાત કરતા ચકચાર, પોલીસ દોડતી થઈ

અમદાવાદ : અદાણી શાંતિગ્રામમાં મહિલા MD ડોક્ટરે આપઘાત કરતા ચકચાર, પોલીસ દોડતી થઈ

મહિલા એમડી ડોક્ટરે કર્યો આપઘાત

પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથ પર લઈ લીધો છે. હાલમાં લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી દેવામાં આવી છે. સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે

અમદાવાદ : રાજ્યમાં આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. કોઈ માનસીક પરેશાની તો શારીરિક તો કોઈ આર્થિક રીતે પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આજે આવો જ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા એમડી ડોક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્ક પાસે આવેલ અદાણી શાંતીગ્રામમાં રહેતા એક મહિલા એમડી ડોક્ટરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી છે, અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો - સુરતમાં કરૂણ ઘટના : 'રાત પાલી કરી આરામથી ઝૂંપડામાં સુઈ રહ્યો હતો', અચાનક ચીમની પડતા યુવાનનું મોત

વિગતે ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના અદાણી શાંતીગ્રામમાં વોટર લીલી એપાર્ટમેન્ટમાં રહેતા મનીષાબેન GCS હોસ્પિટલ માં MD ડોકટર તરીકે ફરજ બજાવતા હતા. આજે અચાનક તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા પુરા એપાર્ટમેન્ટમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા સાંતેજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથ પર લઈ લીધો છે. હાલમાં લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી દેવામાં આવી છે. સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી મહિલા ડોક્ટરે કેમ આપઘાત કર્યો તેની પાછળનું કારણ જાણી નથી શકાયું. પોલીસે પાડોશીઓ અને પરિવારના લોકોના નિવેદન લઈ આપઘાત પાછળનું કારણ જાણવાની કોશિસ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચોબે મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, એક યુવતીએ તો પોલીસ સ્ટેશન પરિસરમાં જ જીવન ટુંકાવ્યું

આ મામલે અધિકારીઓનુંં કહેવું છે કે, હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ખરેખર આપઘાત પાછળનું કારણ શુંં છે તે તપાસ બાદ બહાર આવી શકશે પરંતુ ડોક્ટરની આપઘાત પાછળનું રહસ્ય ઘેરાયું છે.

આ મામલે મૃતક મહિલાના ભાઈએ પોલીસને જણાવ્યું કે, મારી બહેનના લગ્ન 2008માં નિલેષકુમાર સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા, તેમને એક દિકરી પૃથા ઉ.વ.૭ની છે અને તે બંન્ને પતિ પત્ની ડોક્ટર છે. મારા બેન G.C.S. હોસ્પિટલ ચામુંડા બ્રીજની બાજુમાં ચમનપુરા અમદાવાદ એમ.ડી. તરીકે ફરજ બજાવતા હતા અને નિલેષકુમાર સોલા સિ.હો.માં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને બંન્ને સારી રીતે પોતાના પરીવાર સાથે સારી રીતે રહેતા હતા.

આજે સવારના સાડા આઠેક વાગે હું મારા ઘરે હતો તે દરમ્યાન આ મારા બનેવીનો મોબાઇલ ફોન આવેલ અને મને જણાવેલ કે, તમારી બેન મનિષાએ આત્મહત્યા કરી છે. જેથી તમે અહીયા આછો જેથી અમો અમારા સગા સંબંધીઓ સાથે અદાણી શાંતિગ્રામમાં તેમના ઘરે આવેલા અને આવીને જોયેલ તો મારી બેન ઘરના બાથરૂમમાં મરણગયેલ હાલતમાં સુવડાવેલ હતા. ત્યા હાજર માણસોની તેમજ મારા બનેવી નીલેષકુમારની પુછપરછ કરતાં તેમણે મને જણાવેલ કે, અમે બંન્ને ૫ વાગે એકબીજાની સાથે મનની વાત કરેલ અને વાત કર્યા પછી આ તમારી બેન અંદરના રૂમમાં સુઇ ગયેલા અને હું બહારના રૂમમાં સુઇ ગયેલ અને ત્યારપછી આશરે સવારના સાતેક વાગે અમોએ જોયેલ તો રૂમમાં આવેલ બાથરૂમના દરવાજામાં ફીટ કરેલ કપડા ભરાવવાની કડી સાથે પોતાના દુપટ્ટાથી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આત્મહત્યા બાબતે હાલમાં મને કોઇના ઉપર શંકા કે વહેમ નથી.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन