અમદાવાદ : ક્રૂર મોટોભાઈ, નાનાભાઈ પથ્થરથી મોંઢુ છૂંદી-છૂંદી રહેંસી નાખ્યો, નગ્ન કરી લાશ ફેંકી દીધી

અમદાવાદ : ક્રૂર મોટોભાઈ, નાનાભાઈ પથ્થરથી મોંઢુ છૂંદી-છૂંદી રહેંસી નાખ્યો, નગ્ન કરી લાશ ફેંકી દીધી
મોટાભાઈએ મિત્ર સાથે મળી નાનાભાઈની હત્યા કરી

પોલીસે મૃતકના પરિવારજનોની પુછપરછ કરી તો હત્યા કરનાર અન્ય કોઈ નહિ પણ મૃતકનો મોટો ભાઈ જ નીકળ્યો હતો

  • Share this:
અમદાવાદ: સાણંદ(Sanand)ના વાસણા ગામમાં સંબંધોની હત્યા (Murder) થઈ છે. મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી હતી. સાણંદ પોલીસે (Sanand Police) મિત્ર સાથે મળી હત્યા કરનાર આરોપી (Accused) અને તેના મિત્રની ધરપકડ કરી છે. નાનો ભાઈ નોકરી ધંધો ન કરતા તેની સાથે થયેલા ઝગડામાં તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સાણંદના વાસણા ગામની સીમના ઉમા એસ્ટેટ પાસે નિર્જન જગ્યા પર ગઈ મોડી રાત્રે એક યુવકની હત્યા કરાઈ હતી. સાણંદ પોલીસ જાણ કરાતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. તપાસ કરતા વિકૃત હાલતમાં બોડી મળી આવી હતી. અને તપાસ કરી તો મૃતકનું નામ વિજય પરમાર હતું.આ પણ વાંચો - રાજકોટ : 'લોન્ડ્રીનો ધંધો પહેલા જેવો નહોતો ચાલતો હવે', બે બાળકોના પિતાએ કર્યો આપઘાત

પોલીસે મૃતકના પરિવારજનોની પુછપરછ કરી તો હત્યા કરનાર અન્ય કોઈ નહિ પણ મૃતકનો મોટો ભાઈ જ નીકળ્યો હતો. પોલીસે મૃતકના મોટાભાઈ એવા આરોપી સંજય પરમારની અટકાયત કરી અને પૂછપરછ કરી તો સામે આવ્યું કે તેનો નાનો ભાઈ એટલેકે મૃતક વિજય પરમાર કોઈ કામધંધો કરતો ન હતો. તેને કામ કરવા બાબતે કહેવામાં આવે તો તે બબાલ કરતો હતો.

આ પણ વાંચો - રાજકોટમાં સંબંધોનું ખૂન, કૌટુંબિક બહેન-બનેવીએ સાળાને લોહીલુહાણ કરી ઉતાર્યો મોતને ઘાટ

હત્યાની રાત્રે પણ કંઈક આવું જ બન્યું હતું. જેથી સીમમાં અંધારા માં સંજય પરમાર અને તેના મિત્ર સંજુ રાય ને મૃતક સાથે બોલાચલી થઈ અને મોઢા તથા શરીરના અન્ય ભાગોમાં પત્થરથી માર મારી છૂંદી દેતા યુવકનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - સુરત : ચોથા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કરનાર વેપારીનો Live Video, પોલીસે ફિલ્મી ઢબે બચાવ્યો

હાલ તો પોલીસે મૃતકના મોટા ભાઈ અને તેના મિત્રની ધરપકડ કરી છે. પણ સામાન્ય વાતમાં સગ્ગા ભાઈની હત્યા નિપજાવનાર આરોપીને વધુમાં વધુ સજા મળે તેવા પુરાવા ભેગા કરી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:January 23, 2021, 16:13 pm

ટૉપ ન્યૂઝ