Home /News /madhya-gujarat /અમદાવાદ : રેલવે કોરિડોરના ડફનાળાનો લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 3 લોકો દટાયા, 1નું મોત

અમદાવાદ : રેલવે કોરિડોરના ડફનાળાનો લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 3 લોકો દટાયા, 1નું મોત

ડફનાળાનો લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી

શેલા ગામ થી કાણેટી ગામ તરફ જતા રસ્તા પર રેલવે કોરિડોરમા ડફનાળાની કામગીરી ચાલી રહી હતી, તે સમયે એકા એક લોખંડનું ઉભુ કરેલ સ્ટ્રક્ચર ધરાશાયી

અમદાવાદ : જિલ્લાના કાણોટી ગામ પાસે રેલવેના અન્ડપાસમા લોખંડી સ્ટ્રક્ચર ધરાશાયી થતા ત્રણ મંજૂરો દટાયા હતા. ત્રણ પૈકી એક મંજૂરનુ ઘટના સ્થળ પર મોત થયું હતુ. અન્ય બે મંજૂરના બચાવી લેવામા આવ્યા હતા. બે મંજૂરોમાંથી એક મંજૂર હાલત અતિ ગંભીર થતા તેઓ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

શેલા ગામ થી કાણેટી ગામ તરફ જતા રસ્તા પર રેલવે કોરિડોરમા ડફનાળાની કામગીરી ચાલી રહી હતી, તે સમયે એકા એક લોખંડનું ઉભુ કરેલ સ્ટ્રક્ચર ધરાશાયી થતા ત્યા કામ કરતા ત્રણ મંજૂરો દટાયા હતા. આ ઘટનાની જાણ થતા આસપાસના મંજૂરો અને ગામવાસીઓ દોડી આવ્યા હતા. લોખંડનું સ્ટ્રક્ચર હોવાથી દટાયેલા મંજૂર બહાર કાઢવા માટે કટર મશીનથી લોખંડના સળિયા કાપવામાં આવ્યા હતા . જો કે સદનસિબે ત્રણ પૈકી બે વ્યક્તિ બહાર કાઢવાના સફળતા મળી હતી પરંતુ એક વ્યક્તિ અંદર દટાઇ જતા ઘટના સ્થળ પર મોત થયું હતુ.

આ પણ વાંચોઅમદાવાદમાં હનીટ્રેપ : 'હું એકલી છું ઘરે આવ', યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા

ઘટના જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડિવાયએસપી કે ટી કામરિયા અને સાણંદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ન્યુઝ ૧૮ ગુજરાત સાથે વાતચિત કરતા ડિવાયએસપી કે ટી કામરિયાએ કહ્યું હતુ કે, અહીં રેલવેનો મેન કોરિડોર પસાર થઇ રહ્યો છે. જેમા કાણોટી ગામ પાસે અન્ડરપાસ બ્રિજ નું કામ ચાલી રહ્યુ છે. અન્ડપપાસના સ્ટ્રક્ચર માટે લોખંડના સળિયા ઉભા કરાયા હતા. જોકે એકા એક લોખડના સળિયાનો સ્પોર્ટ નિકળી જતા સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતુ.

આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

હાલ અકસ્માતનો ગુન્હો સાણંદ પોલીસ દ્વારા નોંધવામા આવ્યો છે. એલ એન્ડ ટી કોન્ટ્રાક્ટર અહીં સબ કંપનીને આપ્યો છે. પોલીસ તપાસમાં બેદરકારી જણાશે તો ગુન્હો દાખલ કરાશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.
First published:

Tags: Ahmedabad news