અમદાવાદ : હવામાન કેન્દ્રને 100 વર્ષ પૂર્ણ, કેવી રીતે થાય છે સચોટ આગાહી? જુઓ મેન્યુઅલથી સેટેલાઇટ સુધીની સફર

અમદાવાદ : હવામાન કેન્દ્રને 100 વર્ષ પૂર્ણ, કેવી રીતે થાય છે સચોટ આગાહી? જુઓ મેન્યુઅલથી સેટેલાઇટ સુધીની સફર
અમદાવાદ હવામાન કેન્દ્રના ડેટા ભારત દેશમાં નહિ પરંતુ પુરા વિશ્વમાં જાય છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડેટા ભારત દેશમાં નહિ પરંતુ પુરા વિશ્વમાં જાય છે.

  • Share this:
અમદાવાદ : આ છે અમદાવાદ હવામાન કેન્દ્ર, 1974માં હવામાન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ તે પહેલાં 1893માં એટલે કે, અંગેજોના સમયથી અમદાવાદમાં ઓબ્ઝર્વેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ઓબ્ઝર્વેશન સેન્ટરને 100 વર્ષથી વધારે સમય થયો છે. જેના કારણે વિશ્વ હવામાન સંસ્થા દ્વારા સપ્ટેમ્બર 2020માં 100 વર્ષથી વધુ સમયના હવામાન વિષયક અવલોકન માટે અમદાવાદ વેધશાળાને લાંબા ગાળાનાં નિરીક્ષણ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્ર ગુજરાતનું મુખ્ય કેન્દ્ર છે, અહાીં ગુજરાતના તમામ જિલ્લાના ડેટાનું અવલોક કરવામાં આવે છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડેટા ભારત દેશમાં નહિ પરંતુ પુરા વિશ્વમાં જાય છે.

અમદાવાદમાં જ્યારે 1893માં ઓબ્ઝર્વેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બધું અવલોકન મેન્યુઅલ ડેટાથી તૈયાર કરવામાં આવતું હતું. સમયે સમયે સિસ્ટમ બદલાઈ, અને સમય સાથે તાલ મિલાવતું ગયું. આધુનિક સિસ્ટમ ન હતી ત્યારે બીજા દિવસે હવામાન કેવું રહેશે તે કહેવું મુશ્કેલ બનતું હતું, પરંતુ અત્યારે આગામી 5 દિવસમાં હવામાન કેવું રહેશે તે કહેવું સરળ બની ગયું છે.

આ પણ વાંચો - સુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

ઉનાળો, શિયાળો અને ચોમાસાનું અગાઉથી જ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવે છે. કારણ કે, મેન્યુઅલથી સેટેલાઇટ સુધીની સફર શાનદાર રહી છે, જેના કારણે વાવાઝોડાની આગાહી હોય કે પછી વરસાદની, ઠંડીની આગાહી હોય કે પછી ગરમીની તમામ સચોટ આગાહી કરવામાં આવી રહી છે. જો કે હજુ અમદાવાદ હવામાન વિભાગને વિશેષ રડાર આપવામાં આવશે. જેના કારણે વાદળ કેટલા છે કઈ તરફ જશે, અને વાદળોના કારણે કેટલો વરસાદ થશે તે જાણી શકાશે.આ પણ વાંચોઅમદાવાદ : સગીરાનો ફોટો મુકી લખ્યું - 'rate 2500 call me', બદનામ કરનાર નીકળી પિતાની મહિલા ફ્રેન્ડ

હવામાન વિભાગના પશ્ચિમ ઝોનના ડાયરેકટર ડોકટર જ્યંત સરકારે આજે અમદાવાદ હવામાન વિભાગની મુલાકાત લીધી હતી. જોકે 1974થી અમદાવાદ હવામાન કેન્દ્રની શરૂઆત થઈ છે, ત્યારથી અત્યાર સુધીમાં નવ ડાયરેકટર બદલાયા છે. ડો જ્યંત સરકાર પણ અમદાવાદ હવામાન કેન્દ્રમાં 9 વર્ષછી ફરજ બજાવે છે, અને અત્યારે પશ્ચિમ ઝોનના ડાયરેકટરનો હોદ્દો મળ્યો છે. મીડિયા સાથે વાત કરતા ડોકટર જ્યંત સરકારે પણ જણાવ્યું હતું કે, લોકો સુધી હવામાનની માહિતી પહોંચાડવામાં આઈએમડી સાથે મીડિયાનો મહત્વનો ફાળો રહ્યો છે.
Published by:kiran mehta
First published:February 26, 2021, 16:56 pm