Home /News /madhya-gujarat /Ahmedabad : 'હું રૂમમાં એકલી હોવું ત્યારે સસરા આવી જાય છે, ન ગમતુ હોવા છતાંય અંગત ભાગે સ્પર્શ કરે છે'
Ahmedabad : 'હું રૂમમાં એકલી હોવું ત્યારે સસરા આવી જાય છે, ન ગમતુ હોવા છતાંય અંગત ભાગે સ્પર્શ કરે છે'
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad News : દ પરિણીતાને (Married Woman) સસરાની જગ્યાએ એક શેતાન મળ્યો હતો. જ્યારે પણ આ પુત્રવધુ (Daugher in Law) ઘરમાં એકલી હોય ત્યારે એકલતાનો લાભ લેવા તેના રૂમમાં તેના સસરા પહોંચી જતા હતાં અને પછી...
અમદાવાદ: શહેરના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી લગ્ન કરી સાસરીમાં રહેવા ગઈ હતી. સાસરીમાં (In Laws) ગયા બાદ પરિણીતાને (Married Woman) સસરાની જગ્યાએ એક શેતાન મળ્યો હતો. જ્યારે પણ આ પુત્રવધુ (Daugher in Law) ઘરમાં એકલી હોય ત્યારે એકલતાનો લાભ લેવા તેના રૂમમાં તેના સસરા પહોંચી જતા હતાં. એટલું જ નહીં સસરા પુત્રવધૂને અંગત ભાગમાં સ્પર્શ કરતા અને અનૈતિક માગણી કરતા હતા. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં ઘરના ઝઘડાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવક સાથે લગ્ન થયા હતાં. લગ્ન પહેલા સાસરિયાંઓએ યુવતીના યુવક સાથે લગ્ન કરાવવા માટે તેમજ ઘર બનાવવા માટે રૂ. 25 લાખ માગ્યા હતા. જે પૈસા યુવતીના પિતાએ આપ્યા હતા.
પૈસા આપ્યા બાદ તેઓના લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પૈસા પરત ન આપવા પડે તેના માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું સાસરિયાઓએ શરૂ કર્યું હતું. અમદાવાદમાં રહેતા પરિણીતાના સાસુ, સસરા, પતિ તેમજ ઉત્તરપ્રદેશમાં મોટા કાકા સસરા અને કચ્છમાં રહેતા તેના કાકા સસરાએ પણ અવારનવાર આ બાબતે ત્રાસ આપ્યો હતો.
" isDesktop="true" id="1120359" >
પરિણીતા જ્યારે તેના રૂમમાં એકલી હોય ત્યારે સસરા તેના રૂમમાં આવી શરીરના ભાગે સ્પર્શ કરતા જતા તેમજ અણછાજતું વર્તન કરતા હતા. અવારનવાર પૈસાની પણ માગણી કરી દબાણ કરતા હતા.
આખરે કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ, સસરા, મોટા કાકા સસરા, કાકા સસરા સહિત 8 લોકો સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજમાં પૈસા લાવવા માટે દબાણ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.