અમદાવાદઃ ત્રીજા લગ્ન કર્યા છતાં ન મળ્યું સુખ, ભાઈને વોટ્સએપ મેસેજ કરીને પરિણીતાએ ઊંઘની ગોળીઓ ખાધી
અમદાવાદઃ ત્રીજા લગ્ન કર્યા છતાં ન મળ્યું સુખ, ભાઈને વોટ્સએપ મેસેજ કરીને પરિણીતાએ ઊંઘની ગોળીઓ ખાધી
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad news: વર્ષ 2019માં તેમના લગ્ન જોધપુર ગામ નજીક રહેતા વિશાલ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ હનીમૂન પર ગયા ત્યારે તેમના પતિ વારંવાર તેની મમ્મીને ફોન કરતા હોવાથી આ બાબતને લઈને બંને વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો.
અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad city) વધુ એક ઘરેલુ હિંસાનો (Domestice violence) બનાવ સામે આવ્યો છે. સાસુ અને પતિ એ પરિણીતાને નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાએ ઊંઘની દવાઓ (woman suicide attempt) ખાઈ લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે પતિ અને પત્ની બંનેના ત્રીજા લગ્ન હતા.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ફરિયાદ આપી છે કે વર્ષ 2019માં તેમના લગ્ન જોધપુર ગામ નજીક રહેતા વિશાલ સાથે થયા હતા. લગ્ન બાદ તેઓ હનીમૂન પર ગયા ત્યારે તેમના પતિ વારંવાર તેની મમ્મીને ફોન કરતા હોવાથી આ બાબતને લઈને બંને વચ્ચે સામાન્ય ઝઘડો (husband wife fight) થયો હતો.
ત્યારથી બંને વચ્ચે અવાર નવાર ઝઘડા શરૂ થઈ ગયા હતા. પરિણીતાના સાસુથી કામ થતું નથી તેમ કહીને તેના પતિ એ તેને નોકરી પણ છોડાવી દીધી હતી. જો મહિલા તેના પિયર ફોન કરે તો તેના સાસુ તેને ફોન નહિ કરવા અને આજુબાજુમાં વાતચીત નહિ કરવા માટે કહેતા હતા.
એટલું જ નહિ પરિણીતાને સંતાન થતું ના હોવાથી વારંવાર સંભળાવતા હતા. જો કે કોઈ વસ્તુ ખરીદવા માટે રૂપિયા પણ આપતાના હોવાનો પરિણીતાએ આરોપ લગાવ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં પરિણીતાના સાસુ અને પતિ એ તેને પિયર જવા માટે કહ્યું હતું.
જો કે પરિણીતાએના કહેતા તેના સાસુ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. અને તેના ભાઈ ભાભીને જાણ કરી પરિણીતાને લઇ જવા માટે કહ્યું હતું. બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. 12મી જૂનના દિવસે તેનો પતિ અને સાસુ બંને ઘરમાંથી બહાર નીકળી ગયા અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
જેથી પરિણીતાને લાગી આવતા તેણે તેના પતિ અને ભાઈને વોટ્સએપ પર વોઇસ મેસેજ અને એક મેસેજ મોકલી આપી ઊંઘની 15 જેટલી ગોળીઓ ખાઈ લીધી હતી. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસ એ હાલ માં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર