Home /News /madhya-gujarat /અમદાવાદઃ "માણસને ગુસ્સો આવે એટલે હાથ ઉપાડે, તારી ધોળી ચામડી પર ડાઘ તો દેખાય", સાસુના આ જવાબથી પૂત્રવધુ હેબતાઈ ગઈ
અમદાવાદઃ "માણસને ગુસ્સો આવે એટલે હાથ ઉપાડે, તારી ધોળી ચામડી પર ડાઘ તો દેખાય", સાસુના આ જવાબથી પૂત્રવધુ હેબતાઈ ગઈ
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad news: સાતમા મહિને શ્રીમંત કરવાનું હોવાથી પતિએ આવેશમાં આવી "મારી પૈસા નથી તારા બાપને કહે શ્રીમંત કરવું હોય તો" કહ્યું ને ત્રાસ આપ્યો હતો. મહિલાના પિતાએ આ શ્રીમંત કરાવી આપ્યું.
અમદાવાદ: શહેરમાં રહેતી મહિલાએ તેની સાસુ અને પતિ સામે ફરિયાદ (Married woman complaint) નોંધાવી છે. લગ્ન બાદ મહિલાનો પતિ તેને (husband beat wife) ખૂબ માર મારતો હતો. શ્રીમંત કરવાનું કહેતા પતિએ મહિલાને પૈસા નથી તારા બાપ ને કહે કરી દે તેમ કહી ત્રાસ (Domestice violence) આપ્યો હતો. આટલું જ નહીં પતિ માર મારતા મહિલાએ તેની સાસુને ફરિયાદ કરતા તેની સાસુએ ઉડાઉ જવાબ આપી કહ્યું કે "માણસને ગુસ્સો આવે એટલે હાથ ઉપાડે તારે માર ખાઈ લેવાના તારી ચામડી ધોળી છે એટલે નિશાન દેખાય છે એમાં શુ?" સાસુના આ જવાબથી પરિણીતા હેબતાઈ ગઈ હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના ખોખરામાં રહેતી 30 વર્ષીય મહિલા ત્રણેક માસથી તેના માતા પિતા સાથે રહે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. વર્ષ 2015 માં આ મહિલાના લગ્ન ખેડા કપડવંજ ખાતે થયા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ મહિલા અને તેનો પતિ ન્યુ મણિનગર ખાતે રહેવા આવ્યા હતા.
જ્યાં બે માસ સુધી પતિ તેને સારી રીતે રાખતો હતો. પણ બાદમાં તેને ઘરકામ ની બાબતોમાં બોલાચાલી કરી તેને ત્રાસ આપતો અને કોઈ ઘરખર્ચના પૈસા આપતો ન હતો. મહિલા બીમાર પડે તો ખર્ચ તેના પિતાએ જ કરવાનો તેવું કહી માર મારી ત્રાસ આપતો હતો.
લગ્નના થોડા સમય બાદ મહિલાને ગર્ભ રહ્યો હતો. અને સાતમા મહિને શ્રીમંત કરવાનું હોવાથી પતિએ આવેશમાં આવી "મારી પૈસા નથી તારા બાપને કહે શ્રીમંત કરવું હોય તો" કહ્યું ને ત્રાસ આપ્યો હતો. મહિલાના પિતાએ આ શ્રીમંત કરાવી આપ્યું અને તમામ દર દાગીના પણ આપ્યા હતા છતાંય મહિલાનો પતિ તારો બાપ ભિખારી છે કહીને અપમાન કરતો હતો.
આ બાબતોને લઈને માર મારતા મહિલાએ તેની સાસુને ફરિયાદ કરી હતી. ત્યારે સાસુએ કહ્યું કે "માણસને ગુસ્સો આવે એટલે હાથ ઉપાડે તારે માર ખાઈ લેવાના તારી ચામડી ધોળી છે એટલે નિશાન દેખાય છે એમાં શુ?" આમ સાસુએ તેના દીકરાનો પક્ષ લઈને મહિલાને ત્રાસ આપ્યો હતો.
" isDesktop="true" id="1108504" >
બાદમાં મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો ત્યારે આ બાળકને કમળો થતા મહિલાનો પતિ ગુસ્સામાં ત્યાંથી માર મારીને જતો રહ્યો હતો. આટલું જ નહીં મહિલાની બહેનની સગાઈમાં પણ તેને ન જવા દઈ ત્રાસ આપી અવાર નવાર માર મારતા મહિલા પિયરમાં જતી રહી હતી. એકાદ વર્ષ બાદ સમાધાન થતા ફરી પતિ પાસે રહેવા ગઈ પણ આ ત્રાસ યથાવત રહેતા મહિલાએ કંટાળીને મહિલા પૂર્વ પો સ્ટે માં ફરિયાદ આપતા પોલીસે. મામલે તપાસ શરૂ કરી છે.