અમદાવાદ : પ્રેમિકાએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ આપ્યો દગો, પ્રેમીએ બદલો લેવા કર્યું અક્ષોભનિય કારસ્તાન, થયો જેલ ભેગો

અમદાવાદ : પ્રેમિકાએ શારીરિક સંબંધ બાંધ્યા બાદ આપ્યો દગો, પ્રેમીએ બદલો લેવા કર્યું અક્ષોભનિય કારસ્તાન, થયો જેલ ભેગો
અમદાવાદ સાયબર ક્રાઈમ (ફાઈલ ફોટો)

પ્રેમી નરેન્દ્ર પટેલે 19 વર્ષિય યુવતીના ફોટા તેના જીજાજીને મોકલ્યા. જીજાજીએ ફોટા માતાને બતાવ્યા તો, ફોટા જોઈ જાણે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ.

  • Share this:
અમદાવાદ: શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેની દીકરી ના ન્યૂડ ફોટો મોકલનાર સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ મહિલાએ તેની દીકરીની પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું હતું કે આ દિકરીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તે દરમિયાન બંને વચ્ચે સહમતી થી શારીરિક સંબંધ બંધાયા હતા. પરંતુ બાદમાં મનમેળ ન રહેતા યુવતીએ તેના પ્રેમી સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેથી આ યુવકે બદલો લેવા માટે થઈ આ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા તેના ફોટો અને વિડીયો યુવતીની માતાના જીજાજીને ટેલિગ્રામમાં મોકલી આપી તેની બદનામી કરી હતી. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના ગાંધીરોડ પર રહેતા ૩૨ વર્ષીય મહિલા જે નોકરી કરી તેમના પરિવારનનું ગુજરાત ચલાવે છે. વર્ષ 2015થી તેમના પતિ સાથે મનમેળ ન હોવાથી તેઓ તેમના માતા ના ત્યાં રહે છે. આ મહિલાને ૧૯ વર્ષની એક દીકરી છે જે હાલ બી.એ નો અભ્યાસ કરે છે અને તેનાથી નાની દીકરી 13 વર્ષની છે જે હાલ ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. ગત એપ્રિલ મહિનામાં આ મહિલાના જીજાજીનો મહિલા ઉપર ફોન આવ્યો હતો અને તેઓને જણાવ્યું હતું કે, એક નંબર પરથી ટેલિગ્રામ એપ્લિકેશન એક્ટિવ છે. તે ટેલિગ્રામમાં કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેઓને મેસેજ આવ્યો હતો. જેમાં એક ન્યૂડ ફોટાનું મટીરીયલ તે શખશે મોકલ્યું હતું અને તેમાં આ મહિલાની ૧૯ વર્ષીય દીકરીને બિભત્સ શબ્દોથી ઉચ્ચારેલ છે.આ પણ વાંચોછોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

જેથી આ મહિલાએ તેના મોબાઇલમાં તે ફોટો મેળવી અને ફોટો જોતા તેની દીકરીના આ ફોટો હતા. જેથી મહિલાએ તેની ૧૯ વર્ષીય દીકરીને આ બાબતે પૂછપરછ કરી હતી ત્યારે ૧૯ વર્ષીય યુવતીએ તેની માતાને જણાવ્યું કે, વર્ષ 2020માં તેનો પરિચય નરેન્દ્ર પટેલ નામના છોકરા સાથે થયો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બન્ને જણાએ લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. તે વખતે આ યુવતી અને નરેન્દ્ર વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો જે આ યુવતીને સહમતિથી થયો હતો અને ટેલિગ્રામમાં જે ન્યુડ ફોટા છે તે આ નરેન્દ્ર પટેલ સાથેના છે તેવું આ યુવતીએ તેની માતાને જણાવ્યું હતું.

આ પણ વાંચો - પ્રેમ પ્રસંગમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી, 3 દિવસ પહેલા પ્રેમી સાથે ગ્રામજનોએ પકડી હતી

જો કે બાદમાં યુવતીને આ છોકરા સાથે મનમેળ ન આવતા તેની સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. જેથી આ નરેન્દ્ર પટેલ નામના શખશે આ યુવતીને બદનામ કરવા ઇન્ટરનેટના માધ્યમથી તેનો પીછો કરી ઈન્ટરનેટ પર કોઈ એપ્લિકેશનની મદદથી એક મોબાઈલ નંબર બનાવી તે નંબર પરથી આ મહિલાના જીજાજીને બીભત્સ ફોટો મોકલી આપ્યા હતા. જે બાબતે મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:May 11, 2021, 23:23 pm

ટૉપ ન્યૂઝ