Home /News /madhya-gujarat /

અમદાવાદ : પત્નીએ પતિને કહ્યું, 'તારી સાથે રહેવું નથી, પાડોશમાં ભાણીયાને પ્રેમ કરૂ છુ તેની સાથે રહીશ', થઈ જોવા જેવી

અમદાવાદ : પત્નીએ પતિને કહ્યું, 'તારી સાથે રહેવું નથી, પાડોશમાં ભાણીયાને પ્રેમ કરૂ છુ તેની સાથે રહીશ', થઈ જોવા જેવી

પ્રતિકાત્મક તસવીર

આપણા ઘરની સામે રહેતા વ્યક્તિના ભાણીયા સાથે છેલ્લા ત્રણ મહિલાથી ચાલે છે. પતિ અને સસરા વાત સાંભળી ચોંકી ગયા

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં પતિ પત્ની ઔર વો નો કીસ્સો સામે આવ્યો છે. એક યુવકની પત્નીએ અચાનક જ તેના પતિને કહ્યું કે તેને તેની સાથે રહેવું નથી. પાડોશમાં રહેતા એક વ્યક્તિના ભાણીયા સાથે તેને ત્રણ માસથી પ્રેમ સબન્ધ છે. જેથી યુવકની પત્નીએ પતિને પ્રેમી સાથે વાત કરાવતા મારામારી થઈ હતી. જેની પોલીસ ફરિયાદ નોંધવાઈ છે. જ્યારે પ્રેમીએ પણ પ્રેમિકાના પતિ અને તેમના પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ પત્ની ઔર વો ના કિસ્સામાં તપાસ શરૂ કરી છે.

ચાંદખેડાના કડી નાગરીક બેંક પાસે રહેતા 30 વર્ષીય યુવક ઘરેથી પેન્ટીંગનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રીના સમયે યુવક તેમના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે તેમની પત્નીએ કહ્યુ હતુ કે, મારે તમારી સાથે રહેવુ નથી મારે અફેર આપણા ઘરની સામે રહેતા વ્યક્તિના ભાણીયા સાથે છેલ્લા ત્રણ મહિલાથી ચાલે છે. આમ કહીને યુવકની પત્નીએ તેના પ્રેમીને ફોન કરી વાત કરી હતી. જેથી યુવક અને તેમના પિતા ઘરની બાલ્કનીમાં ઉભા રહીને વાતો કરતા હતા.

આ પણ વાંચોવલસાડ : 71 વર્ષિય વૃદ્ધાએ 78 વર્ષિય વૃદ્ધ પતિની કપડાના ધોકાથી કરી હત્યા, Murderનું કારણ પણ વિચિત્ર

તે દરમિયાન યુવકની પત્નીનો પ્રેમી છરી લઇને ઘર પાસે આવ્યો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાન પગના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જો કે આસપાસના લોકો ભેગા થઈ જતા યુવકને વધુ માર મારવાથી બચાવ્યો હતો. ત્યારબાદ યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પત્નીના પ્રેમી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

આ પણ વાંચોઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

બીજી બાજુ યુવકની પત્નીના પ્રેમીએ પણ પોલીસ સ્ટેશનમાં પહેલી ફરિયાદના ફરિયાદી યુવક અને તેના પિતાના વિરુદ્ધમાં ક્રોસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ કે, રવિવારની રાત્રીના સમયે પરિવાર સાથે ઘરે હાજર હતો. ત્યારે તેમના મામાના ઘરની સામે રહેતા યુવકની પત્નીએ ફોન કરી પતિએ ફોન કરી મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી બોલચાલ કરી ઘરે બોલાવ્યો હતો. જેથી આ પ્રેમી યુવક ઘરે મળવા માટે ગયો ત્યારે યુવતીનો પતિ અને તેના પિતાએ ઝઘડો કરીને આ પ્રેમી યુવકની પત્ની સાથે વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ઢોર માર માર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે બંન્ને પક્ષોની ક્રોસ ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Chandkheda police, Husband wife fight, Love affair

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन