અમદાવાદ અમરાઈવાડી હત્યા કેસ CCTV Video : કેમ અને કોણે ચંદનને રહેંસી નાખ્યો? થયો ખુલાસો, 4ની ધરપકડ

અમદાવાદ અમરાઈવાડી હત્યા કેસ CCTV Video : કેમ અને કોણે ચંદનને રહેંસી નાખ્યો? થયો ખુલાસો, 4ની ધરપકડ
અમરાઈવાડી હત્યા કેસના આરોપીની ધરપકડ

અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે અંકિત દેસાઈ, સાહિલ દેસાઈ, જીગર દેસાઈ અને મેહુલ દેસાઈની ધરપકડ કરી છે

  • Share this:
અમદાવાદ : અમરાઇવાડીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફુટેજમા મૃતકને એક્ટિવા પર બેસાડી હત્યા સ્થળ પર લાવનાર આરોપી ઝડપાયા છે. જોકે આ ગુનામા પૂર્વ ડેપ્યુટી મેયરના ભાઈની સંડોવણીનો પણ આક્ષેપ. ઉપરાંત હત્યાના ગુનામાં અપહરણની કલમનો પણ ઉમેરો કરવામા આવ્યો છે.

9 એપ્રિલની રાતે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રબારી કોલોની ગેટ નંબર 7 પાસે ચંદન ગૌસ્વામી નામના યુવક પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. જે ગુનામા અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે અંકિત દેસાઈ, સાહિલ દેસાઈ, જીગર દેસાઈ અને મેહુલ દેસાઈની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી યુવકને એક્ટિવા પર લઈ જઈ માર માર્યો હતો. જેમા સારવાર દરમિયાન ચંદનનું મોત નિપજ્યું હતુ. જે અંગે પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી 4 આરોપીને ઝડપી લીધા છે. જોકે હત્યા પહેલા યુવકનુ અપહરણ થયુ હોવાનુ સામે આવતા પોલીસે હત્યાની કલમો પણ ઉમેરી છે.આ પણ વાંચો - વિચિત્ર હકિકત: આ છે કલિયુગની 'કુંભકર્ણ', 1 વખત ઊંઘી જાય તો 13 દિવસ સુધી નથી ખોલતી આંખો

પકડાયેલા આરોપીની પુછપરછ બાદ હત્યાનુ કારણ સામે આવ્યુ છે. મૃતકના પરિવાર સાથે જાહેર બેસવા બાબતે ઝગડો અને ત્યારબાદ હત્યા થઈ હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ આરોપી મૃતક પર ગાળો બોલવાની અને અસામાજિક પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સિવાય ચંદનની હત્યાના ગુનામા કોઈ રાજકીય વઘ ધરાવનાર પણ હોવાના આક્ષેપ થતા પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો - રૂવાંટા ઉભા થઈ જાય તેવો Video: અડધા સળગેલા મૃતદેહને ફેંદી ખાઈ રહ્યા શ્વાન, તંત્રની પોલ ખુલી

હાલમાં હત્યાના ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ તો કરી લીધી પરંતુ મુખ્ય આરોપી કોણ છે તે શોધી શકી નથી. આ કેસમાં રાજકિય વઘ ધરાવતા આરોપીની સંડોવણી અંગે સતત આક્ષેપ થઈ રહ્યા છે. જોકે પોલીસ આવા આરોપી વિરુધ્ધ કોઈ પગલા લે છે કે, કાયદો રાજકીય વગ સામે પાંગળો સાબિત થાય છે. તે જોવુ મહત્વનુ છે.
Published by:kiran mehta
First published:April 16, 2021, 20:38 pm

ટૉપ ન્યૂઝ