અમદાવાદ : મોબાઈલની લાલચમાં 4 લબરમૂછીયાને જેલ જવાનો વારો આવ્યો, હત્યાના ગુનામાં અંદર

અમદાવાદ : મોબાઈલની લાલચમાં 4 લબરમૂછીયાને જેલ જવાનો વારો આવ્યો, હત્યાના ગુનામાં અંદર
ચાર આરોપીની ધરપકડ

મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહનો મોબાઈલ પડાવી લેવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા આ હત્યા કરી હોવાનુ ખુલ્યુ હતુ

  • Share this:
અમદાવાદ : શહેરમાં મેમ્કો રાજીવ ગાંધી ભવન પાસે એક યુવકની હત્યા મામલે પોલીસે 4 લબરમુછીયાની ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે હત્યાના ગુનામાં તમામ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ મોબાઈલ લુંટને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

અમદાવાદના મેમ્કો વિસ્તારમા આવેલા રાજીવ ગાંધી ભવન નજીક એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતા 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહની હત્યાના ગુનામાં પોલીસે કરણ ઉર્ફે જાડીયો પટણી, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, રાકેશ ઉર્ફે વિશાલ પટણી અને ચિરાગ ઊર્ફે ચીન્ટુ પટણીની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવકના પગના ભાગે છરીના ઘા ઝીકીને હત્યા કરીને મૃતદેહ ફેકવામા આવ્યો હતો.આ પણ વાંચોસુરત : છ વર્ષથી પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી યુવતીએ કર્યો આપઘાત, પ્રેમી અને તેના પરિવાર સામે નોંધાયો કેસ

મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહનો મોબાઈલ પડાવી લેવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા આ હત્યા કરી હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસ તપાસમા સામે આવ્યુ કે, મૃતક રાજનારાયણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે, અને બાપુનગરની શ્રી રામદેવ ઈન્ડસ્ટ્રીઝમા મજૂરી કરતો હતો. હત્યાની રાત્રે તે રિક્ષામાં બેસી ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે આરોપીએ તેની પાસેથી મોબાઈલની માંગ કરી હતી, જે ન આપતા આ હત્યા થઈ હતી.

આ ઉપરાંત આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ તે નરોડા અને ત્યાંથી કૃષ્ણનગર ભાગ્યા હતા. આરોપીઓએ તે જ રાત્રે ક્રુષ્ણનગરમાં વધુ એક મોબાઈલની લુંટ ચલાવી હતી. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ પૈકી ત્રણ આરોપી ચમનપુરામાં રહે છે અને એક આરોપી સાબરમતી વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચોઅમદાવાદમાં ફેમિલી ડ્રામા: યુવતીએ ભાગીને લગ્ન કર્યા, નોંધણી કરાવવા જતા પિયરપક્ષે કર્યો અપહરણનો પ્રયાસ

આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, તમામ આરોપી તાજેતરમાં જ 18 વર્ષ પુર્ણ કર્યા છે, અને મોબાઈલ લુંટવાની ટેવના કારણે હત્યાના ગુનામાં જેલના સળીયા ગણવાનો સમય આવ્યો છે. પરંતુ સામાન્ય મોબાઈલ માટે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે તે પોલીસ અને સામાન્ય જનતા મા ચીંતા ફેલાવે તેવી ધટના છે.
Published by:kiran mehta
First published:April 08, 2021, 17:11 pm

ટૉપ ન્યૂઝ