અમદાવાદ : સિદી સૈયદની જાળી પાસેથી એક્ટિવા પર માસ્ક પહેર્યા વગર નીકળેલા બે યુવકોને પોલીસે રોકતા, ચાલકે એક પોલીસકર્મી પર વાહન ચડાવી ભાગી ગયો હતો. જેમાં પોલીસ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. કારંજ પોલીસે સીસીટીવીના આધારે એકટીવા ચાલક સહીત બે લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ ગિરફતમાં રહેલ બે આરોપી માસ્ક પહેર્યા વગર એક્ટિવા પર રટાર મારવા નીકળ્યા હતાં. પોલીસની ચેક પોસ્ટ જોઈને ભાગવા જતા પોલીસ કર્મીએ રોકવાનો પ્રયત્ન કર્યો, તો વાહન ચાલકે પોલીસ કર્મી પર એક્ટિવા ચઢાઇ ફરાર થઈ ગયા હતાં. સમગ્ર ધટના સીસીટીવી કેદ થઈ છે. આરોપી મોહંમદ શાદ મકસુદ શેખ અને સોહેલ અબ્દુલ રસીદ ખલીફા ઇરાદાપૂર્વક પોતાની એક્ટિવા પુરઝડપે ચલાવી ફરજ પરના પોલીસ કર્મી પર વાહન ચડાવી દીધું હતુ. કારંજ પોલીસે 50 થી વધુ સીસીટીવી ચેક કરી એક્ટિવા ચાલકની દરિયાપુરથી ધરપકડ કરી છે.
ગટનાની વિગતવાર વાત કરીએ તો, કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ગત સાંજે રૂપાલી પોલીસ ચોકી પાસે ફરજ પર હતા, ત્યારે સાંજે 7 વાગ્યે એક્ટીવા પરથી પસાર થનારા બે લોકો માસ્ક પહેર્યું ન હતુ.. તેથી પોલીસે તેમને રોક્યા હતા જેમાં વાહનચાલકે એક્ટિવા પાછુ વાળી ભાંગી રહ્યાં હતાં. જોકે પોલીસ કર્મી બીપીન પુજાભાઈ અને જીતેન્દ્ર આત્મરામ દુર ઉભા હોવાથી તેમણે ભાગી રહેલા બન્નેને રોકવા પ્રયાસ કર્યો. તેમ છતા તેઓ પોલીસ કર્મી બિપિનભાઈ પર એક્ટિવા ચડાવી ભાંગી છુટયા હતાં. પોલીસ કર્મી પર એક્ટિવા ચડાવી દેતા પોલીસ કર્મી બિપિનકુમારને હાથે-પગે, મોઢા અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ ઘરે સારવાર લઇ રહ્યાં છે.
અમદાવાદ : માસ્ક વગર નીકળેલા બે યુવકો પોલીસકર્મી પર વાહન ચઢાવી ભાગ્યા, અકસ્માત - CCTV Video pic.twitter.com/RYlEs6yXeq
પકડાયેલ આરોપી ગારમેન્ટમાં સેલ્સમેન તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યુ છે. પરતું આરોપી કરફ્યૂ સમયે પોલીસ પકડે નહીં તે માટે એક્ટિવાની નંબર પ્લેટ વગર વાહન લઈને ફરતા હતાં. બન્ને આરોપી વિરૂદ્ધ અન્ય કોઈ ગુના છે કે, કેમ તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર