અમદાવાદમાં વધુ એક યુવતીનો કરૂણ આપઘાત, 'માંગ્યા પ્રમાણે દહેજ નથી લાવતી તો જીવે છે શું કામ?'

અમદાવાદમાં વધુ એક યુવતીનો કરૂણ આપઘાત, 'માંગ્યા પ્રમાણે દહેજ નથી લાવતી તો જીવે છે શું કામ?'
પ્રતિકાત્મક તસવીર

પતિ દ્વારા ત્રાસ આપતા તેણે પોતાની આપવીતી સમાજ અને પોતાના ભાઈને કહી અને...

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં મહિલા અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં હમણાં જ આઈશા નામની યુવતી આવા જ પ્રકારના અત્યારનો ભોગ બન્યા બાદ એક વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો, જે ઘટનાએ રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી. તેવામાં ફરી શહેરમાં વધુ એક યુવતીએ સાસરીયાના ત્રાસથી કંટાળી મોત વ્હાલુ કરવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી એક ઉત્તરપ્રદેશની યુવતી અન્નપૂર્ણાના લગ્ન 2020માં જ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા રાજકુમાર (મૂળ ઉત્તરપ્રદેશ) સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ બધુ બરાબર ચાલ્યું પરંતુ થોડાક દિવસમાં સાસરીયાઓએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ અને દહેજ માટે યુવતી મેણા ટોણા મારી માનસીક અને શારીરિક અત્યાચાર શરૂ કરી દીધો. આ પ્રકારના રોજે-રોજના વર્તનથી કંટાળી પરિણીતાએ દોઢ વર્ષના લગ્ન જીવન બાદ ગળે ફાંસો લગાવી મોત વ્હાલુ કરી દીધુ છે.આ પણ વાંચોસુરત : ગોળનો હપ્તો ખાવો ASIને કડવો થઈ પડ્યો, લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

વિગતે ઘટનાની વાત કરીએ તો, રામોલના જામફરી વિસ્તારમાં રહેતી અન્નપૂર્ણા નામની પરિણીતાને સાસરીયા દ્વારા દહેજ માટે માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પતિ દ્વારા ત્રાસ આપતા તેણે પોતાની આપવીતી સમાજ અને પોતાના ભાઈને કહી હતી. પતિ તેને બાઈક લઈ આપવા માટે અને લગ્નમાં થયેલો ખર્ચ તારા પીયરથી લાવી આપવાનું દબાણ કરતો હતો. આખરે તેણે કંટાળી પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ સમાજના આગેવાનોએ વચ્ચે રહી સ્ટેમ્પ પેપર પર લખાણ લઈ સમાધાન કરાવ્યું હતું, ત્યારબાદ તે ફરી સાસરીમાં રહેવા ગઈ હતી. પરંતુ, થોડા સમય બધુ બરાબર ચાલ્યું અને ફરી સાસરીયા દ્વારા માનસીક ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ, અને બંને નણંદો મેણા મારતા કે, પતિ અને સાસરીયાએ કહ્યું હતું કે, 'જો તું માગ્યા મુજબ દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ?.

આ પણ વાંચોલુણાવાડા-સંતરામપુર હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના ચારને કારે હવામાં ફંગોળ્યા, ચારેના મોત

આખરે રોજેરોજના માનસિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ઘરે જ ગળે ફાંસો લગાવી મોતને વ્હાલનું કરી દીધી છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરિણીતાના ભાઈની ફરિયાદ બાદ સાસરીયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:March 02, 2021, 18:21 pm

ટૉપ ન્યૂઝ