Home /News /madhya-gujarat /અમદાવાદ : 15 ઝાબાઝ મહિલા પોલીસનું થયું સન્માન, જાણો - કોને કયા ઉત્કૃષ્ટ કામ માટે મળ્યું સન્માન

અમદાવાદ : 15 ઝાબાઝ મહિલા પોલીસનું થયું સન્માન, જાણો - કોને કયા ઉત્કૃષ્ટ કામ માટે મળ્યું સન્માન

અમદાવાદમાં મહિલા પોલીસનું સન્માન

કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે ફરજ બજાવનાર અમદાવાદની 15 મહિલા પોલીસ કર્મચારીનું અનોખું સન્માન કરવાનો કાર્યક્રમ મહિલા દિવસે યોજવામાં આવ્યો

અમદાવાદ : કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવારને મૂકી 15 15 કલાક સુધી ફરજ બજાવનાર, અને લોકડાઉનમાં સિનિયર સીટીઝનની જરૂરિયાતની ચીજ વસ્તુ દવાઓ પહોંચાડનાર, અટવાઈ ગયેલા અને બેકાર બનેલા પર પ્રાંતીય પરિવારને બે ટંકનું ભોજન પૂરું પાડી એમના વતન સુધી પહોંચાડવા માં મદદરૂપ થયેલા અને શ્રેય હોસ્પિટલ અગ્નિ કાંડમાં જીવના જોખમે દર્દીઓને બચાવનાર અમદાવાદના ઝાબાઝ મહિલા પોલીસનું સન્માન મહિલા દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું.

કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે ફરજ બજાવનાર અમદાવાદની 15 મહિલા પોલીસ કર્મચારીનું અનોખું સન્માન કરવાનો કાર્યક્રમ મહિલા દિવસ નિમિત્તે રૈઝ યોર વોઇસ સંસ્થા ના સહયોગથી SOG ઓફીસ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં મહિલા DCP મીની જોસેફ, DCP સોલંકી, DCP પરમાર, અને  સુગમ્ય ભારત અભિયાન ની એક માત્ર સોશ્યલ એમ્બેસેડર એવી દિવ્યાંગ દીકરી કલગી રાવલ  અને રૈઝ યોર વોઇસના ઓનર હિમાંશુ શ્રીમાળીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

સન્માનિત કરવામાં આવેલા મહિલા પોલીસ ના નામ

1 - ખાડિયા : આયેશા અલ્લાદીન તથા જ્યોતિબેન છનાભાઈ સારંગપુર દરવાજા પાસે પહોંચતા બે છોકરીઓ ૧ સોનલ મુકેશભાઈ મોહનજી ઉંમર વર્ષ 19 તથા ૨ સારિકા મોહનજી નટ ઉંમર વર્ષ 10 બંને રહેવાસી છારા નગર ના છાપરા બકરા મંડી પાસે કાળીગામ રાણીપ અમદાવાદ શહેરનાની સહાય હાલતમાં મળી આવતા તે બાળકીઓનો કબજો તેમની બાજુમાં રહેતા અને ઓળખીતા બહેનને સોંપેલ છે.

આ પણ વાંચોરાજકોટ : કુટુંબીના અંતિમ ક્રિયામાં જતા દંપતીનો અકસ્માતનો Live video, મહિલાનું મોઢું છુંદાયું

2 - નવરંગપુરા : કે એમ પરમાર તથા ગાયત્રીબેન અશોકભાઈ ૬-૮-2020 ના ત્રણ વાગ્યેના સુમારે શ્રેય હોસ્પિટલમાં ચોથા માળે આવેલા વિસ્તારમાં આગના અકસ્માતનો બનાવ બનેલા હોવાની બાતમી મળતા સદર સ્થળ પર પહોંચી પહેલા બીજા,ત્રી જા તેમજ ચોથા માળે સારવાર લઈ રહેલા  કોવિડ ૧૯ દર્દીઓને તથા હોસ્પિટલના સ્ટાફને બચાવવા માટે પોતાની જાતને આગ તથા કોરોના નો ભય રાખ્યા વગર જોખમમાં મૂકી માનવી અભિગમ દાખવી ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે.

3 - સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ: વનીતાબેન પ્રવિણચંદ્ર એક બહેન નામે સોનીબેન કિશનભાઇ પરમાર તથા તેમનો નાનો દીકરો આર્યન સાથે નદીમાં પડવા છતાં તેઓને રોકી તેમનો જીવ બચાવીને તેમને તેમના પરિવારના સભ્યોને સલામત રીતે સોંપેલ છે.

4 - ચાંદખેડા: જી વી ચૌધરી તારીખ 4 2 2020 ના રોજ તાપી પોલીસ સ્ટેશન ગુજરાત રજીસ્ટ્રેશન નંબર 5૪/ 21 ઈ.પી.કો કલમ ૩૬૩ મુજબના કામે ગુમ થયેલ સિમરન સલીમ ઉમર વર્ષ 16 તથા  ઉજમાં નસરુદ્દીન ઉંમર વર્ષ 19 મને રહેવાસી બિંડાપુર નવી દિલ્હીનાઓ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આવી ગયેલ હોય અને તેમના પરિવારનો સંપર્ક કરી આ બંને બહેનોને ડાબરી પોલીસ સ્ટેશન નવી દિલ્હી ખાતે મુદ્દામાલ માણસ સાથે મોકલી આપી તેઓના પરિવારને પુના મિલન કરવામાં આવેલ છે

5 - ગાયકવાડ હવેલી: ગૌરી સૌનજી ભાઈ એક સિનિયર સિટીઝન નામે ભારતી બેન ઘેલાભાઈ ખંડેરા ઉંમર વર્ષ 33 ના ઓ ની મુલાકાત લેતા તેઓ ઉંમરલાયક બહેન એકલા રહેતા હોય અને તેઓને હૃદયની ગંભીર બીમારી હોય તેમ જ પૈસાની સગવડ ન હોય પરંતુ તેઓ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ ની અવધી સમાપ્ત થઇ ગઇ હતી જેને રિન્યુ કરાવવાની જેની તમામ કામગીરી કરી આપી કાર્ડ રીન્યુ કરી આપી આ સિનિયર સિટીઝનની મદદ કરેલ છે.

આ પણ વાંચો - વલસાડ : પત્નીથી કંટાળેલા પતિએ આપઘાત પહેલા Video બનાવ્યો, જુઓ - રડતી આંખે જણાવી દર્દભરી કહાની

6 -  નરોડા: કમળાબેન ગેમાભાઇ દરમિયાન જરૂરિયાત મંદ તથા અપંગ સિનિયર સિટીઝનને દવા તેમજ કરિયાણું મેળવવામાં મદદરૂપ થયેલ છે.

7 - સેટેલાઈટ : ડી.કે ગમારા તથા જીજ્ઞા ઘનશ્યામભાઈ - કોરોના લોક ડાઉન ના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગની વસાહતોમાં તેમજ એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝનોને પોલીસ દ્વારા કેટલીક જગ્યાએ ચા નાસ્તાને સવાર-સાંજ રાંધેલા ખોરાકનું વિતરણ કરવામાં આવેલ તેમજ દવાઓ, માસ્ક, સેનીટાઇઝર વગેરેનું વિતરણ કરવામાં આવેલ છે.

8 - દરીયાપુર: એન એચ શેખ તથા આરતી વિક્રમભાઈ ગુરુ ના સમય દરમિયાન દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન નવ ના ઘરે જઈને તેઓને  માસ્ક, સેનીટાઇઝર તથા જરૂરી દવા તેમજ સમયાંતરે ફૂડપેકેટ પહોંચાડી સરાહનિય કામગીરી કરેલ છે.

9 - રામોલ : રાધાબેન ચંદુભાઈ, રામોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય રોજમદારોને સેન્ટ્રલ હોલમાં પહોંચાડવા તેમજ જરૂરીયાત મંદને અનાજ કરીયાણાની કીટો તેમજ જમવાનું પહોંચાડેલ છે તેમજ સિનિયર સિટીઝન ની મુલાકાત લઈ તેઓની મદદ કરેલ છે

10 - રાણીપ : ચંદાબેન્ન છેલારામ - કોરોના સમય દરમિયાન એનજીઓ સંસ્થા સાથે સંપર્કમાં રહી સીનીયર સીટીઝન તેમજ સ્લામ વિસ્તારમાં રહેતા નાગરિકોને ફુડ પેકેટ, સેનેટાઈઝર વગેરેનું વિતરણ કરેલ છે

11 - ગુજરાત યુનિવર્સિટી : કિરણબેન દેવાયતભાઈ - લોક ડાઉન દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ સિનિયર સિટીઝનોના પ્રાથમિક સારવાર કરાવવા સારું સ્વૈચ્છિક સેવા આપવા ઇચ્છુક ડોક્ટર શ્રીને સંપર્ક કરી સારવાર કરાવેલ છે.
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Woman police