અમદાવાદમાં વિચિત્ર કિસ્સો: લગ્ન બાદ પતિએ પત્નીને કહ્યું, 'ગિફ્ટમાં ફોટો ફ્રેમ નહીં, માત્ર રોકડા જ લેવાના' નોંધાઈ ફરીયાદ

અમદાવાદમાં વિચિત્ર કિસ્સો: લગ્ન બાદ પતિએ પત્નીને કહ્યું, 'ગિફ્ટમાં ફોટો ફ્રેમ નહીં, માત્ર રોકડા જ લેવાના' નોંધાઈ ફરીયાદ
પ્રતિકાત્મક તસવીર

. આ મહિલાને લોકડાઉનમાં તેની સાથે કામ કરતા એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંનેએ લગ્ન કર્યા હતા.

  • Share this:
અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી મહિલાએ તેના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાને લોકડાઉનમાં તેની સાથે કામ કરતા એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંનેએ લગ્ન કર્યા હતા. પણ ઘરમાં ફોટો ફ્રેમ લગાવતા તેના પતિએ ગિફ્ટમાં આવી ફોટો ફ્રેમ ન લઈ માત્ર રોકડા જ લેવાની વિચિત્ર વાત કરી હતી. આટલું જ નહીં સાસુ પણ દહેજ માંગવા બાબતે તેને ત્રાસ આપતા હતા. આ મહિલા જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ ફાયનાનશીયલ કન્ડિશન સારી ન હોવાનું કહી અબોર્શન કરાવવાની વાત કરી કાઢી મૂકી હતી. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમરાઈવાડીમાં પિયરમાં રહેતી 35 વર્ષીય મહિલા પ્રહલાદનગરમાં આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. દોઢેક વર્ષ પહેલા આ મહિલા જે જગ્યાએ નોકરી કરતી હતી. ત્યાં કામ કરતા એક યુવક સાથે તેને મિત્રતા થઈ હતી. બાદમાં લોકડાઉનમાં બને એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે બને વચ્ચે પ્રેમ સંબંધ બધાયો હતો. જેથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કરતા એકબીજાના પરિવારને આ અંગે વાત કરી હતી. બાદમાં વર્ષ 2020 માં તેઓએ લગ્ન કરી લીધા હતા.લગ્ન બાદ જ્યારે મહિલા સાસરે રહેવા ગઈ ત્યારે ઘરમાં ફોટો ફ્રેમ તેણે લગાવી હતી. જેથી તેના પતિએ કહ્યું કે આવી ફોટો ફ્રેમ કેમ લગાવે છે. જેથી મહિલાએ આ ફોટો ફ્રેમ ગિફ્ટમાં આવી હોવાનું જણાવતા પતિએ ગિફ્ટ ન લેવાનું કહી માત્ર રોકડા જ લેવાના તેવું કહ્યું હતું. કપડા પહેરવા બાબતે પણ પતિ તેને ટોકતો હતો, અને જ્યારે આ મહિલા ગર્ભવતી થઈ ત્યારે તેના પતિએ ફાયનાન્સિયલ કંડીશન સારી નથી, તું અબોર્શન કરાવી દે મારે બાળક જોઈતું નથી કહી મહિલા સાથે પતિએ ઝગડો કરી તેને માર માર્યો હતો. બાદમાં મહિલાની સાસુએ દહેજમાં કઈ લાવી નથી અને માતા પિતાના ત્યાંથી રૂપિયા લઈ આવવા દબાણ કરી ત્રાસ ગુજાર્યો હતો.

પતિએ અને સાસુએ આ મહિલાને તેમના ઘરમાંથી કાઢી મુકતા ગર્ભવતી મહિલાએ તેની સાસુ અને પતિ સામે અમરાઈવાડી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:February 18, 2021, 23:05 pm

ટૉપ ન્યૂઝ