Home /News /madhya-gujarat /અમદાવાદ : યુવતી પર પાડોશીએ એસિડ ફેંક્યું, 'આજે તો બચી ગઈ, હવે પછી મારા હાથે નહીં બચે'

અમદાવાદ : યુવતી પર પાડોશીએ એસિડ ફેંક્યું, 'આજે તો બચી ગઈ, હવે પછી મારા હાથે નહીં બચે'

પ્રતિકાત્મક તસવીર

પતિને પાડોશી સાથે ઝગડો થયો હતો, આ મામલે યુવતીએ પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આની અદાવતમાં પાડોશીએ યુવતી પર કર્યો હુમલો - બાલક પર પણ ઉડ્યા એસિડના છાંટા

અમદાવાદ : શહેરમાં એક હિચકારી ઘટના સામે આવી છે. વાડજ વિસ્તારમાં એક પરિણીત યુવતી પર બાજુમાં રહેતા પાડોશીએ એસિડ એટેક કર્યો હોવાનું સામે આવતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંગત અદાવતમાં પાડોશીએ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વાડજ વિસ્તારમાં મહિલાએ કરેલ પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપીને અદાવત રાખી એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં યુવતી પગે દાઝી છે, તો આ સમયે ત્રણ વર્ષના બાળક પર પણ એસિડના છાંટા પડતા બાળકને પણ થોડી ઈજા પહોંચી છે.

આ પણ વાંચો - નિર્દય પત્ની : પાણીમાં 3 કિલો ખાંડ મિલાવી ચાસણી તૈયાર કરી, સૂઈ રહેલા પતિ પર રેડી, પતિનું દર્દનાક મોત

વિગતે ઘટનાની વાત કરીએ તો, જુના વાડજમાં 25 વર્ષીય યુવતી તેના પતિ બે બાળકો સાથે સંયુક્ત પરીવારમાં રહે છે. થોડા દિવસ પહેલા પાડોશમાં રહેતા મનોજ રાઠોડે યુવતીના પતિ સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો. જે અંગે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં મનોજ રાઠોડના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી. જોકે આ અંગે અવાર-નવાર મનોજ રાઠોડ ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપતો હતો. ત્યારે શનિવારે તેણે હદ પાર કરી દીધી અને રાત્રીના સમયે યુવતી તેના બાળકો સાથે ઘરે હાજર હતી ત્યારે મનોજ રાઠોડ ઘરના પાછળના તુટેલા દરવાજા પાસે આવ્યો હતો અને યુવતી પર એસીડ ફેક્યું હતું. જેથી આ એસીડ યુવતીના ડાબા પગના પંજાના ભાગે તથા 3 વર્ષના દિકરાને પણ પગના ભાગે એસીડના છાંટા પડ્યા હતા. જેથી યુવતી બુમો પાડવા લાગી હતી. જે જોઈને મનોજ ત્યાંથી પલાયન થઈ ગયો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : 'વ્યાજખોરોએ બાઈક પણ પડાવી લીધુ', યુવાને મરતા પહેલા Video બનાવી જણાવી કરૂણ આપવીતી

યુવતીની ફરિયાદ અનુસાર, એસિડ એટેક બાદ તેણે ધમકી પણ આપી હતી કે, 'આજે તો તું બચી ગઈ છે. પરંતુ હવે પછી મારા હાથે નહિ બચે. તને તો હું પતાવી જ દઈશ.' બીજી બાજુ ઈજાગ્રસ્ત યુવતી અને તેના બાળકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે વાડજ પોલીસે મનોજભાઈના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Vadaj police, એસિડ એટેક

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन