અમદાવાદ : પોલીસ કર્મીની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, શાતીર પ્રેમીએ પિતાને પણ ગજબ છેતર્યા

અમદાવાદ : પોલીસ કર્મીની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, શાતીર પ્રેમીએ પિતાને પણ ગજબ છેતર્યા
પ્રતિકાત્મક તસવીર

જીપીએસસીની તૈયારી કરતી યુવતીને ફસાવી યુવકે તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું, પોલીસકર્મી પિતાને પણ વિશ્વાસમાં લઈ ગજબ રીતે છેતર્યા

  • Share this:
અમદાવાદ : જીપીએસસીની તૈયારી કરતી યુવતીને ફસાવી યુવકે તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી અને તેના પરિવારને વિશ્વાસમાં લઇ લાખો રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘાટલોડિયા પોલીસે દુષ્કર્મ, છેતરપીંડીની ફરિયાદ નોંધી બે આરોપી ધરપકડ કરી છે.

ઘાટલોડિયામાં રહેતા પોલીસ જવાનની દીકરી સાથે દુષ્કર્મ આચરી છેતરપીંડી કરનાર આરોપી કુલદીપ જૈન અને આકાશ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો બે વર્ષ પહેલા યુનિવર્સિટી પાસે એક કેફેમાં ભોગ બનાર યુવતી બેસવા ગઈ હતી, ત્યારે કુલદીપ જૈન નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. તે બાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બધાંયો. તે દરમિયાન કુલદીપે યુવતીને કહ્યું હતું કે, હું આખો દિવસ ધંધાના કામથી બહાર રહું છું માત્ર રાત્રે જ ઘરે સુવા આવું છું, તો તારા ઘરે મને એક દિવસ રહેવા દેજે. જેથી કુલદીપને રાત્રે તેના ઘરે સુવા માટે યુવતીના માતા-પિતાની મંજૂરી અપાઈ હતી. ત્યારબાદ પ્રેમસંબંધ નામે કુલદીપ યુવતીને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું.



આ પણ વાંચો - સુરતમાં મતદાન પૂર્વે ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા

આરોપી કુલદીપે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દીધા બાદ યુવતીના પરિવારને વિશ્વાસમાં લઇ આરોપી કુલદીપે ટુકડે-ટુકડે 7.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપી કુલદીપે ધંધામાં સારો નફો મળશે અને રોકાણ કરવાના બહાને પૈસા પડાવ્યા. જ્યારે ભોગ બનાર યુવતીના પિતાના કેડીટ કાર્ડમાંથી આરોપી તેના મિત્ર આકાશ ચૌધરીને પૈસા આપ્યા હતા, જ્યારે યુવતીના પરિવારે પૈસા પાછા માગતા કુલદીપ અને આકાશ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આરોપી કુલદીપે યુવતીની મોટીબેન પાસે 50 હજાર ધંધામાં રોકાણ કરવા લીધા જેની સામે 55 હજાર પાછા આપ્યા હતા, તેથી પરિવારને વિશ્વાસ આવતા તેમણે ટુકડે-ટુકડે કુલદીપને વધુ રૂપિયા આપ્યા હતા. આમ વિશ્વાસ કેળવી યુવતીનું એક્ટિવા પણ આરોપી કુલદીપે ગીરવે મૂકી 17 હજાર મેળવી લીધા હતા.

આ પણ વાંચોઅનોખી કહાની : '15 વર્ષ પહેલા મગર એક હાથ ખાઈ ગયો', આજે તેમના એક અવાજથી પાણીમાંથી મગર બહાર આવે છે

પોલીસ તપાસ કરતા આરોપી કુલદીપ બેકાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી પરંતુ, યુવતીના પરિવારજનોને આરોપી કુલદીપક કહ્યું હતું કે, મારા પિતાનું અવસાન થયું છે અને માતા બીજા લગ્ન કરી લીધા છે. જેથી હું એકલો પડી ગયો છું આમ કરી યુવતી સાથે પ્રેમ સબંધ બહાને દુષ્કર્મ આચરી છેતરપીંડી કરી છે.
Published by:kiran mehta
First published:February 24, 2021, 18:57 pm

ટૉપ ન્યૂઝ