અમદાવાદ: Coronaના કેસમાં ઘટાડો થતા જ લોકો બેદરકાર બન્યા, 22 હજાર માસ્ક વગર ઝડપાયા

અમદાવાદ: Coronaના કેસમાં ઘટાડો થતા જ લોકો બેદરકાર બન્યા, 22 હજાર માસ્ક વગર ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ એ ફરી એક વખત લાલ આંખ કરી છે. માત્ર દસ જ દિવસ માં શહેર પોલીસ એ 22 હજાર લોકોને માસ્ક વગર ઝડપ્યા

  • Share this:
અમદાવાદ : કોરોનાની બીજી લહેર બાદ અનલૉક થતાંની સાથે જ હવે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ સાથે માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ એ ફરી એક વખત લાલ આંખ કરી છે. માત્ર દસ જ દિવસ માં શહેર પોલીસ એ 22 હજાર લોકોને માસ્ક વગર ઝડપ્યા છે.

કોરોના ની બીજી લહેર માં ગુજરાતમાં અનેક લોકો સંક્રમિત થાય હતા. જો કે સંક્રમણ ની ચેઇન તોડવા માટે રાજ્ય સરકાર કેટલાક નિયંત્રણો લાવ્યા હતા. અને રાત્રી કરફ્યુ જાહેર કર્યો છે. જો કે હવે કોરોન ના કેસ માં ઘટાડો થતાં રાજ્ય સરકાર એ કેટલીક છૂટછાટો આપી ને વેપાર ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ આ સાથે લોકો બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે માત્ર દસ દિવસ માં જ પોલીસ એ માસ્ક વગર બહાર નીકળતા 22 હજાર લોકો ને દંડ ફટકાર્યો છે.જો ગત બે મહિના એટલે કે એપ્રિલ અને મે મહિના માં પોલીસ ની કાર્યવાહી પર નજર કરીએ તો

માસ.      દંડિત વ્યક્તિ     દંડ ની રકમ

એપ્રિલ      52311.           52311000
મે.               56725.           56725000

આમ બે મહિના ની સરખામણી માં ચાલુ મહિને વસૂલવા માં આવેલ દંડ ની રકમ પ્રમાણ માં ખુબ જ વધારે જોવા મળી રહ્યું છે.

પોલીસ અધિકારી નું માનીએ તો અનલૉક ની સાથે જ લોકો પોતાની જવાબદારી ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે અત્યાર સુધી ની વાત કરીએ તો કોરોના કાળ માં પોલીસ એ માસ્ક વગર બહાર નીકળતા લોકો પાસે થી કુલ 49 કરોડ જેટલી રકમ નો દંડ વસુલ્યો છે.
Published by:kiran mehta
First published:June 11, 2021, 19:55 pm

ટૉપ ન્યૂઝ