અમદાવાદ : પરિણીતા ત્રાહિમામ, 'દ્રૌપદીની જેમ રહેવાનું કહે છે પતિ, પિતાએ સુવડાવવા બોલાવી છે'

અમદાવાદ : પરિણીતા ત્રાહિમામ,  'દ્રૌપદીની જેમ રહેવાનું કહે છે પતિ, પિતાએ સુવડાવવા બોલાવી છે'
સાબરમતી પોલીસ સ્ટેશન

પતિએ તેની પાસે પિયરમાંથી દસ લાખ અને રોયલ એનફિલ્ડ બાઇક લાવવાનું પણ કહી ત્રાસ આપ્યો હતો

  • Share this:
અમદાવાદ : શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓ દહેજ માંગી તેને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં તેના પતિએ તેને અપશબ્દો બોલી માર મારી એવું કહ્યું હતું કે તને મારા પિતાએ અહીં સુવડાવવા બોલાવી છે, જેથી બાળકની કોઈ અપેક્ષા રાખતી નહીં. આટલું જ નહીં આ યુવતીને દ્રૌપદીની જેમ રાખવાનું કહી તેના પતિએ અપમાન કર્યું હતું અને તેના પતિએ તેની પાસે પિયરમાંથી દસ લાખ અને રોયલ એનફિલ્ડ બાઇક લાવવાનું પણ કહી ત્રાસ આપ્યો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 26 વર્ષની યુવતીના વર્ષ 2018 માં સાબરમતીના એક યુવક સાથે કોર્ટમાં લગ્ન થયા હતા. ત્યારબાદ આ યુવતી તેના પતિ સાસુ સસરા જેઠ જેઠાણી સહિતના લોકો સાથે સંયુક્ત પરિવારમાં રહેવા લાગી હતી. લગ્નના એકાદ મહિના બાદ યુવતીના સાસુ-સસરા તેને વારંવાર કહેતા કે મારા દીકરાને દેવાદાર કરી દીધો છે અને મારા દીકરાને તે પોલીસ સ્ટેશન બતાવ્યું છે, તો અમે તને શાંતિ નહીં રહેવા દઈશું નહીં. એટલું જ નહીં આ યુવતીનો પતિ પણ કહેતો હતો કે તને મારા પિતાએ અહીંયા સુવડાવવા બોલાવી છે અને મારા પાસેથી કોઇ બાળકની અપેક્ષા રાખતી નહીં.



આ પણ વાંચોઅમદાવાદ: વધુ એક પરિણીતાની વેદનાનો Video વાયરલ, '...પતિ નહીં આવે તો પુત્રી સાથે કેનાલમાં આત્મહત્યા કરે'

આ પ્રકારે સાસરિયાઓ અવાર નવાર મહેણા મારી આ યુવતીને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં આ યુવતીની સાસુ અને જેઠાણી કામ બાબતે વારંવાર હેરાન પણ કરતા હતા. આ યુવતીની નણંદ તેને કહેતી કે તને રસોઈ બનાવતા આવડતું નથી તારા મા-બાપ એ તને કંઈ શીખવાડ્યું નથી અને તેની જેઠાણી પણ દહેજ બાબતે તેને ત્રાસ આપતી હતી. જેઠાણી કહેતી કે હું મારા પિયર માંથી કેટલો બધો સામાન લાવી છું અને તું તારા પિયરમાંથી કઈ લાવેલ નથી. આ યુવતીના પતિએ પિયરમાંથી 10 લાખ રૂપિયા અને રોયલ એનફિલ્ડ બાઇક પણ લાવવાનું કહ્યું હતું. જો કે યુવતીએ ના પાડતાં તેને માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઅમદાવાદ: રોડ પર ખેતર પાસે ઉભી હતી રૂપલલનાઓ, કરતી બિભત્સ ઈશારા, પોલીસ પહોંચતા થઈ જોવા જેવી

માનસિક શારીરિક ત્રાસ આપનાર પતિ વારંવાર આ યુવતીને ગંદી ગાળો બોલી કહેતો કે, 'તને અમે દ્રોપદીની જેમ રાખીશું. જો કે સંસાર ન બગડે તે માટે અવારનવાર આ યુવતી પ્રયાસ કરતી હતી. પરંતુ છતાંય તેને ઘરમાંથી ધક્કા મારી સાસરિયાઓએ કાઢી મૂકી હતી. આ યુવતીના સાસરિયાઓએ યુવતીના ભાઇને ધમકી આપી હતી કે ઘરની બહાર નીકળો નહીંતર તમને જાનથી મારી નાખીશું અને તમારો કોઇ અતોપતો રહેશે નહીં. યુવતીના જેઠએ યુવતીના પતિને કહ્યું હતું કે તારે તારી પત્નીને મારા ઘરે લાવી મને સોંપવી પડશે. આ સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ તેના સાસરિયાઓના 9 સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:March 24, 2021, 00:29 am

ટૉપ ન્યૂઝ