Home /News /madhya-gujarat /અમદાવાદ : 'મારી નહી તો...', બ્રેક અપ થતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી, પહોંચ્યો પોલીસ પાસે

અમદાવાદ : 'મારી નહી તો...', બ્રેક અપ થતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી, પહોંચ્યો પોલીસ પાસે

પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

બ્રેક અપના સમાધાન માટે આરોપી કિશોરીને લઈને અડાલજ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલ દાહોર તળાવ પાસે લઈ ગયો હતો

અમદાવાદ : એક તરફી પ્રેમમાં અંધ બનેલા લોકો ક્યારેક એવું પગલું ભરી લે છે કે, જીવનભર પસ્તાવાનો વખત આવે. આવો જ એક બનાવ અડાલજ વિસ્તારમાં જોવા મળ્યો છે. પ્રેમ સંબંધમાં બ્રેક-અપ થઈ જતા સમાધાનના બહાને પ્રેમીએ પ્રેમિકાને ઘરેથી અડાલજ ગામની સીમમાં આવેલ દાહોર તળાવ બાજુ લઈ ગયો અને ગળુ દબાવી તેની હત્યા કરી દીધી અને લાશને તળાવમાં ફેંકી દીધી. બાદમાં પ્રેમી પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા એક યુવકને દોઢ વર્ષ પહેલા એક સગીર યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, કોઈ કારણસર બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું. જે યુવક ભુલી શકતો ન હતો, અને કિશોરીને કોઈ વાતનું બહાનું બતાવી વિરાન જગ્યા પર લઈ ગયો અને તેની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી. મહત્વની વાત એ છે કે, યુવક હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને તેણે જાતે જ સમગ્ર હકિકત પોલીસ આગળ કહેતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઅમદાવાદ : પત્નીએ પતિને કહ્યું, 'તારી સાથે રહેવું નથી, પાડોશમાં ભાણીયાને પ્રેમ કરૂ છુ તેની સાથે રહીશ', થઈ જોવા જેવી

વિગતે ઘટનાની વાત કરીએ તો, મૂળ રાજસ્થાનનો અને અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન પ્રવીણ મારવાડી તેની નજીકમાં રહેતી એક કિશોરી સાથે દોઢેક વર્ષ પહેલા પ્રેમ થઈ ગયો હતો. જોકે છેલ્લા બે મહિનાથી તેમની વચ્ચે બ્રેક અપ થઇ ગયું હતું. જેના સમાધાન માટે ગઈકાલે સાંજે આરોપી કિશોરીને લઈને અડાલજ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલ દાહોર તળાવ પાસે લઈ ગયો હતો.

આ પણ વાંચોઅમદાવાદ : માસ્કના દંડને લઈ મહિલાએ હદ વટાવી, જાહેરમાં ઉતારવા લાગી કપડા, પોલીસને માર્યા લાફા

આ સમયે બંને વચ્ચે સમાધાનની વાત વખતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ ગુસ્સામાં આવી 'તુ મારી નહીં તો કોઈની નહીં'ના ભાવ સાથે કિશોરીનું ગળુ દબાવીને તેની હત્યા કરી, બાદમાં તેના મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હતો. મહત્વની વાત એ છે કે, હત્યા કર્યા બાદ પોતે અડાલજ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો, અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ લઇને કિશોરીનો મૃતદેહ તળાવમાંથી કાઢીને પોસ્ટ ર્મોટમ માટે મોકલી આપીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन